________________
સત્રકારે નીચેની ગાથાઓ આપી છે-“ સાર-મન્નયારે ઈત્યાદિ. આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે–(૧) જેમ સાલદ્રની વચ્ચે રહેલું કોઈ એક સાલક્રમરાજ (ઉત્તમ સાલવૃક્ષ) શોભે છે એ જ પ્રમાણે ઉત્તમ શિષ્યની વચ્ચે રહેલા ઉત્તમ આચાર્ય પણ શોભતા હોય છે (૨) જેમ એરંડવૃક્ષોની વચ્ચે કેઈ એક ઉત્તમ સાલવૃક્ષ હોય છે, તેમ કેઈ એક આચાર્ય તે સુંદર (ઉત્તમ) હોય છે પણ તેમના શિષ્ય સુંદર હોતા નથી. (૩) જેમ સાલવૃક્ષની વચ્ચે કેઈ એક એરંડ ડ્રમરાજ હોય છે, તેમ કોઈ સુંદર શિષ્ય સમુદાયથી યુક્ત એવા અસુંદર આચાર્ય હોય છે. (૪) જેમ એરંડવૃક્ષેની વચ્ચે કઈ એરંડમરાજ હોય છે તેમ કેઈ આચાર્ય પતે પણ અસુંદર હોય છે અને તેમના શિષ્ય પણ અસુંદર હોય છે. અહીં “ મધ્યકાર” પદ વચ્ચેનું વાચક છે અને “મ પદ અસુંદરના અર્થનું વાચક છે, એમ સમજવું. સૂ. ૧૨
મસ્યાદિકે દૃષ્ટાંતસે પુરૂષ જાતકા નિરૂપણ
“વત્તારિ મછા પૂowત્તા ” ઈત્યાદિ–(સૂ. ૧૩)
મસ્યના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહા છે–(૧) અનુસ્રોતચારી, (૨) પ્રતિસ્ત્રોતચારી, (૩) અન્તચારી અને (૪) મધ્યચારી.
જે મત્ય નદી આદિના પ્રવાહની દિશામાં ચાલે છે તેને અનુસ્રોતચારી કહે છે. જે મત્સ્ય પ્રવાહની સામેની દિશામાં ચાલે છે તેને પ્રતિસ્ત્રોતચારી કહે છે. જે મત્સ્ય નદીના કિનારા પાસે જ સંચરણ કરે છે તેને અન્તચારી કહે છે. અને જે મત્સ્ય નદીના મધ્ય ભાગમાં પાણીની નીચે સંચરણ કરનારું હોય છે તેને મધ્યચારી કહે છે.
એ જ પ્રમાણે ભિક્ષાક (ભિક્ષાશીલ સાધુ) પણ ચાર પ્રકારના હોય છે(૧) અનુસોતચારી-કે એક સાધુ એ હોય છે કે જે અભિગ્રહવિશેષને કારણે ઉપાશ્રયની સમીપના ઘરથી શરૂ કરીને ક્રમશઃ ભિક્ષા માગવા માટે ગમન કરે છે. (૨) પ્રતિસ્ત્રોતચારી ભિક્ષુક-કઈ એક ભિક્ષુક (સાધુ) એવો હોય છે કે જે ઉત્કમથી (ઉલટા કમથી) ભિક્ષા માગવી શરૂ કરે છે. એટલે કે ઉપાશ્રયથી દૂર આવેલા ઘરથી ભિક્ષા માગવાની શરૂ કરીને ક્રમશઃ ઉપાશ્રયની સમીપના સ્થાન તરફ ભિક્ષા પ્રાપ્તિ માટે સંચરણ કરનારે હોય છે. (૩) અન્તચારી ભિક્ષાક-તે ક્ષેત્રના અત ભાગમાં ભિક્ષા માગવા માટે ગમન કરતો હોય છે. (૪) મધ્યચારી ભિક્ષા - કોઈ સાધુ એ હોય છે કે જે ક્ષેત્રના મધ્યભાગના સ્થળે માં ભિક્ષા માગવા માટે ફરતા હોય છે. ૨૩
“ રારિ ઘોરા” ઈત્યાદિ–-ગળાના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) મધુસિથ ગેળો -મણના ગોળાને મસિક ગાળે કહે છે. (૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૩૫