________________
વૃક્ષકે દ્રષ્ટાંતસે આચાર્ય સ્વરૂપના નિરૂપણ
વત્તાકિ હા પUT” ઈત્યાદિ-(સૂ. ૧૨)
વૃક્ષ ચાર પ્રકારના કહ્યા છે-(૧) સાલ–સાલપર્યાય, (૨) સાલ-એરંડ પર્યાય, (૩) એરંડ–સાલપર્યાય, (૪) એરંડ-એરંડપર્યાય. તેમાંથી પહેલા પ્રકા. રનું વૃક્ષ સાલ નામના વૃક્ષની જાતિનું હોય છે અને સાલવૃક્ષના ગુણેથી યુક્ત હોય છે એટલે કે ઘાડ છાયાથી યુક્ત હવાને કારણે લોકે અને પ્રાણીઓને આશ્રય આપનારું હોય છે. માટે તેને “સાલ–સાલપર્યાય રૂપ કહ્યું છે. (૨) બીજા પ્રકારનું વૃક્ષ સાલ જાતિનું હોવા છતાં પણ એરંડાના જેવી પર્યાયવાળું હોય છે, એટલે કે એરંડાની જેમ અલ્પ છાયાયુક્ત હોય છે. તે કારણે પ્રાણુઓ દ્વારા અસંસેવ્ય હોય છે-તેમના આશ્રયસ્થાન રૂપ હેતું નથી. (૩) ત્રીજા પ્રકારનું વૃક્ષ એરંડાની જાતિનું હોવા છતાં ઘાડ છાયાયુક્ત હોવાને કારણે સાલ પર્યાયવાળું (સાલના ધર્મોથી સંપન્ન). હાય છે અને તે કારણે પ્રાણુઓ દ્વારા સંસેવ્ય હોય છે. ચેથા પ્રકારનું વૃક્ષ એરંડાની જાતિનું હોય છે અને અ૫ છાયાદિ એરંડાના ધર્મોથી યુક્ત હોવાને કારણે પ્રાણુઓ દ્વારા અસંસેવ્ય હોય છે. ૧૮
એજ પ્રમાણે આચાર્ય પણ ચાર પ્રકારના કહ્યા છે–(૧) સાલ–સાલપર્યાયવાળા આચાર્ય–જે આચાર્ય સંકુલમાં ઉત્પન્ન થયા હોય છે-સત્ ગુરુકુલવાળા હોય છે, તથા શારીરિક અને માનસિક દુઃખરૂપ વાળાથી બળી રહેલા ભવ્યજનોના તાપને જે પિતાના જ્ઞાનામૃતના સિંચન દ્વારા શાન્ત કરી નાખે છે અને જેઓ પિતે જ્ઞાનક્રિયાના નિર્દોષ પાલનથી જનિત યશ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૩૩