________________
કરણ્ડકને દષ્ટાંતસે આચાર્યાદિકકા નિરૂપણ
“રારિ સરંજા પurrઈત્યાદિ–(ફૂ. ૧૧)
કરંડિયાના ચાર પ્રકાર કહ્યા છે–(૧) શ્વપાક કરંડિયે–-ચાંડાળના કરંડિયાને શ્વપાક કરંડક કહે છે. તેમાં કચરો, એંઠ, મળ આદિ અપવિત્ર ચીજો ભરવામાં આવે છે. તે કારણે તે અસાર હોય છે. (૨) વેશ્યા કરડક– વેશ્યાના કરંડિયાને વેશ્યાકરડક કહે છે. તેમાં લાખ આદિથી યુક્ત સોનાનાં આભૂષણે ભરેલા હોવાને કારણે તે શ્વપાક કરંડક જે અસાર હોતો નથી. તે શ્વપાક કરંડક કરતા સારયુક્ત હોય છે પણ ગૃહપતિકરંડક અને રાજકરંડક કરતાં તે અસાર હોય છે. (૩) ગૃહપતિકરંડક-સંપત્તિશાળી ગ્રહ સ્થના કરંડિયાને ગૃહપતિકડક કહે છે. તે વિશિષ્ટ મણિઓના કે સુવર્ણના આભૂષણથી ભરેલું હોય છે. તે કારણે પૂર્વોક્ત બે કરંડિયા કરતાં તે વધારે સારયુક્ત હોય છે. (૪) રાજકરંડક–રાજાને કરંડિયે બહુ મૂલ્યવાન રત્નાદિકેથી ભરેલો હોવાને કારણે પૂર્વોક્ત ત્રણે કરંડિયા કરતાં વધારે સારયુક્ત હોય છે.૧૬
એજ પ્રમાણે આચાર્યો પણ ચાર પ્રકારના હોય છે--(૧) શ્વપાક કરંડક સમાન આચાર્ય–જે આચાર્ય ઉત્સવ (શાસ્ત્ર વિરૂદ્ધની) પ્રરૂપણા કરે છે, ઉન્માર્ગગામી હોય છે અને તે કારણે ચારિત્રભ્રષ્ટ હોય છે એવા આચાર્યને શ્વપાક કડક સમાન કહે છે. (૨) વેશ્યાકરંડક સમાન આચાર્ય જે આચાર્ય થડા થેડા શ્રતને જ્ઞાતા હોય છે, અને પિતાના વચનાડંબર દ્વારા મુગ્ધજનેને આકનારા હોય છે તેઓ શ્રતજ્ઞાનમાં પૂર્ણ ન હોવાને કારણે શ્વપાકકડક કરતા વધારે સારયુક્ત અને ત્રીજા અને ચોથા પ્રકારના આચાર્યોની અપેક્ષાએ અસારયુક્ત ગણાય છે.
(૩) ગૃહપતિ કરંડક સમાન આચાર્ય–જે આચાર્ય સ્વસિદ્ધાંત અને પરસિદ્વાંતના જાણકાર હોય છે અને ક્રિયાદિ ગુણેથી સંપન્ન હોય છે, તેમને ગૃહપતિકડક સમાન કહે છે. (૨) રાજકરંડક સમાન આચાર્ય–જેઓ આચાર્યોના સમસ્ત ગુણેથી વિભૂષિત હોવાને કારણે તીર્થકર જેવાં હોય છેએવાં સુધર્માસ્વામી જેવા સાતમ આચાર્યને નૃપતિકડક સમાન કહે છે ૧ળસૂા.૧૧
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧ ૩૨