________________
“વત્તર મહા પsuત્તા” ઈત્યાદિ–(ફૂ. ૧૦)
મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) પુષ્કરાવત, (૨) પર્જન્ય, (૩) જીમૂત અને (૪) જિહ્મ, પુષ્પરાવર્ત મહામેઘ રૂપ હોય છે તે મેઘ એક જ વખત વરસવાથી ૧૦ હજાર વર્ષ સુધી ભૂમિમાં ભીનાશ રહે છે તે કારણે તે મેઘ ભૂમિને ધાન્યાદિ ઉત્પન્ન કરવાને સમર્થ કરી નાખે છે. બીજો જે પર્જન્ય નામને મેઘ છે તે પણ મહા મેઘરૂપ છે. તે એક જ વખત વરસવાથી જમીનને એક હજાર વર્ષ સુધી ધાન્યાદિ ઉત્પન કરવાને લાયક બનાવી દે છે. ત્રીજે જીમૂન નામને જે મેઘ કહ્યું છે તે પણ મહામેઘ રૂપ છે તે એક જ વખત વરસવાથી ભૂમિમાં ૧૦ વર્ષ સુધી ધાન્યાદિની ઉત્પત્તિ થઈ શકે છે. જેથી જે જિહ્મ નામને મહામેળ છે, તે પિતાની અનેક વર્ષએથી ભૂમિને એક વર્ષ સુધી જ ધાન્ય દિ ઉત્પન્ન કરવાને સમર્થ બનાવે છે ખરે અને નથી પણ બનાવતે, કારણ કે તેનું પાણી રૂક્ષ હોય છે.
એજ પ્રમાણે પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે(૧) પુષ્કરાવતું મેઘસમાન પુરુષ–જે માણસ એક જ વાર ઉપદેશ આપીને જીને લાંબા સમય સુધી શુભ સ્વભાવવાળે કરી નાખે છે અથવા એક જ વાર દાન આપીને જીને લાંબા સમય સુધી સમૃદ્ધ કરી નાખે છે તે પુરુષને પુષ્કરાવર્ત મેઘ સમાન ગણવામાં આવે છે. (૨) પર્જન્ય સમાન પુરુષ–જે પુરુષ એક જ વાર ઉપદેશ આપીને અથવા દાન આપીને જેને અલપકાળ પર્યન્ત શુભ સ્વભાવ યુક્ત અથવા સમૃદ્ધ કરી નાખે છે, એવા પુરુષને પજન્ય સમાન કહે છે. (૩) જીમૂત સમાન પુરુષ–જે પુરુષ એક જ વાર ઉપદેશ આપીને અથવા દાન આપીને જીવને અલ્પતર કાળ સુધી શુભ સ્વભાવવાળા અથવા સમૃદ્ધ કરી નાખે છે તે પુરુષને જીમૂત સમાન કહે છે. (૪) જિલ્લા મેઘ સમાન પુરુષ–જે માણસ વારંવાર ઉપદેશ અથવા દાન દેવા છતાં પણ જીને અલ્પતમ કાળ સુધી શુભ સ્વભાવવાળા અથવા સમૃદ્ધિશાળી બનાવી શકે છે અથવા બનાવી શકો નથી એવા પુરુષને જિસસમાન કહે છે. (૧૫) સૂ. ૧૦
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૩૧