________________
પ્રશ્ન–હે ભગવન્! વૃશ્ચિક જાત્યાશીવિશ્વના વિષને વિષય કેટલે કહ્યો છે.
ઉત્તર – વૃશ્ચિક જાત્યાશીવિષનું વિષ ભરતક્ષેત્ર કરતાં અર્ધા પ્રમાણવાળા શરીરને વ્યાપ્ત કરી શકે છે અને તેને વિદલન અર્થાત વિનાશ કરવાની શકતીથી યુક્ત કરી શકે છે. ભરતક્ષેત્રને વિસ્તાર પર યોજનને કહ્યો છે તેનાથી અર્ધા એટલે કે ૨૬૩ યોજન કરતાં થોડો વધારે જનને વિસ્તાર સમજ. એટલા મેટા શરીરને પણ વીંછી પિતાના વિષથી વિષ રૂપે પરિણત કરી શકે છે-તેને સંપૂર્ણ રૂપે વ્યાપ્ત કરી શકે છે અને તેનાથી બીજાને વિદી અવસ્થાવાળું કરી શકે છે.
આ કથન તેના વિષની શક્તિ બતાવવા માટે જ કરવામાં આવ્યું છે જો કે એવું કદી બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. સૂત્રકાર અહી એ વાત જ પ્રકટ કરવા માગે છે કે તેનું વિષ અર્ધ જંબુપ્રમાણુ શરી. રમાં પણ સંપૂર્ણ રૂપે વ્યાપ્ત થઈ શકે છે. તેના વિષની શક્તિને પ્રભાવ બતાવવા માટે જ આ કથન કરવામાં આવ્યું છે, એમ સમજવું..
“ મઝા માણી”િ ઈત્યાદિ– પ્રશ્ન–હે ભગવન! દેડકાના વિષને વિષય કેટલો કહ્યો છે?
ઉત્તર–-દેડકાનું વિષ ભરતક્ષેત્રના જેટલા પ્રમાણુવાળા શરીરને પણ વ્યાપ્ત કરી શકે છે. જો કે એવી વાત કદી બની નથી, બનતી પણ નથી અને બનવાની પણ નથી. આ વાત તો તેના વિષની શક્તિ બતાવવા નિમિત્તિ જ કહેવામાં આવી છે. એ જ પ્રમાણે ઉગ (સર્પ)નું ઝેર પણ જબૂદ્વીપપ્રમાણ શરીરને વ્યાપ્ત કરી શકે છે, તેને વિદીર્ણ કરી શકે છે. આ વાત પણ તેના વિષને પ્રભાવ પ્રકટ કરવા નિમિત્તે કરવામાં આવ્યું છે, પરન્ત એવું કદી બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. એ જ પ્રમાણે મનુષ્યનું વિષ પણ સમયક્ષેત્ર (અઢી દ્વીપ) પ્રમાણ શરીરને પોતાના પ્રભાવથી પ્રભાવિત કરવાને સમર્થ હોય છે. આ કથન પણ તેને પ્રભાવ બતાવવા નિમિત્તે જ કરવામાં આવ્યું છે, એમ સમજવું.
આ કથન વીછી આદિના વિષને કેટલો વિષય છે તે પ્રકટ કરવા માટે જ કરવામાં આવ્યું છે. એ સૂત્ર ૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૧ ૩