________________
ચોથા જ્ઞાત (ઉદાહરણ) રૂપ જે ઉપન્યાસપનય છે, તેને નીચે પ્રમાણે ચાર પ્રકાર છે—(૧) તત્ત્વક, (૨) તદન્ય વસ્તુક, (૩) પ્રતિનિભ અને (૪) હેત જે ઉપન્યાસપનયમાં અન્યના દ્વારા આપવામાં આવેલું સાધન જ વતુરૂપ હોય છે એટલે કે ઉત્તર રૂપ હોય છે, તેનું નામ હતુક ઉપન્યાસનય છે.
અથવા–પાપન્યસ્ત વસ્તુરૂપ વસ્તુથી યુક્ત જે ઉપન્યાસપનય છે તેને પણ તદ્વસ્તક કહે છે. જેમકે-કોઈ પુરુષે આ પ્રમાણે કહ્યું- “હે ભાઈઓ મારા ગામમાં એક ઘણું વિશાળ તળાવ છે. તેના કાંઠા પર એક મેટું સેમર (શીમળા નું વૃક્ષ છે. તેનાં જેટલાં પાન પાણીમાં પડે છે, તે બધાં જલચર જ રૂપે પરિણમી જાય છે અને જેટલાં પત્તાં જમીન પર પડે છે તે બધાં સ્થલચર જી રૂપે પરિણમી જાય છે.” તેણે આ પ્રકારનું જે કથન કર્યું તે લેાકોમાં કુતૂહલ ઉત્પન્ન કરવા નિમિત્તે કહેવામાં આવ્યું હતું. ત્યારે કેઈએ તેને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો-“એ તે બતાવે કે જે પાન ભૂમિ અને જળના અન્તરાલમાં પડે છે, તેમની શી દશા થાય છે?” આ પ્રકારની જે ઉપપત્તિ માત્ર રૂપ ઉત્તરભૂત વસ્તુ છે, તેનું નામ જ તદ્વસ્તક ઉપન્યાસોપનય છે કારણ કે કહેનાર વ્યક્તિએ સેમર વૃક્ષના પાન પડવાથી તેમનું શું થાય છે તે કહ્યું છે અને બીજી વ્યક્તિએ પણ એ સેમર વૃક્ષના પાન જમીન અને પાણીના અન્તરાલમાં પડવાથી તેમનું શું થાય છે એ પ્રશ્ન પૂછયે છે. આ ઉત્તર રૂ૫ કથનથી એજ વાત સિદ્ધ કરવામાં આવી છે કે જે પ્રકારે અન્ત
લપતિત પત્તાં પાન રૂપે જ રહે છે એજ પ્રમાણે જલપતિત અને સ્થલપતિત પત્તાં પણ પાનરૂપે જ રહે છે. આ પ્રકારનું આ ઉત્તર કથન ત ક ઉપન્યાસેપનય રૂપ છે.
તદન્ય વસ્તુક”—જે ઉપન્યાસે પનયમાં પરોપજ્યસ્ત વસ્તુ કરતા ભિન્ન ઉત્તરભૂત વસ્તુ હોય છે, એવા ઉપન્યાસપનયને તદન્યવતુક કહે છે.
જેમકે–પૂર્વોક્ત ઉદાહરણમાં પહેલી વ્યક્તિએ જ્યારે આ પ્રકારનું કથન કર્યું કે “જલમાં પડેલાં પત્તાં જલચર રૂપે પરિણમી જાય છે, ” ત્યારે તેને આ પ્રમાણે પ્રશ્ન પૂછી શકાય-“જે પત્તાને તમે લાકડી આદિ વડે પાડીને ખાઓ છે અથવા તમારે ઘેર લઈ જાઓ છે તેમની શી હાલત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૯ ૮