________________
ક્ષેત્ર વડે, ક્ષેત્રમાં કે ક્ષેત્રરૂપ જે અપાય છે તેને ક્ષેત્રાપાય કહે છે. જેવી રીતે સર્પવાળા ઘરમાં નિવાસ કરવાથી મૃત્યુને સંભવ રહે છે. એજ પ્રમાણે શત્રુસહિતના ક્ષેત્રમાં રહેવાથી અપાયને સંભવ રહે છે. કહ્યું પણ છે કે-“શરે ૨ હે વાતો મૃત્યુ ન રાઃ” જે ક્ષેત્રમાં અપાય (અનર્થ) સંભવિત હોય તે ક્ષેત્રને ત્યાગ કર જોઈએ. જેમકે-પ્રતિવાસુદેવ જરાસંઘ દ્વારા અપાય (અનર્થ) થવાને સંભવ લાગવાથી દશાહએ સૌર્યપુર છેડી દીધું હતું. આ ક્ષેત્રાપાયના દૃષ્ટાન્તરૂપ સમજવું. કાલાપાયન ત્યાગમાં પાયનની જેમ પ્રયત્નશીલ રહેવું જોઈએ. નેમિનાથ ભગવાને એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે ૧૨ વર્ષ પછી દ્વારકા નગરીને નાશ થશે, ત્યારે તે અપાયયુક્ત કાળથી બચવાને માટે કૈપાયન ઉત્તરપથમાં ચાલ્યા ગયા હતા. આ કાલાપાયનું દૃષ્ટાન્ત છે. ચંડકૌશિકની જેમ કેપભાવને પરિત્યાગ કરી નાખ તેનું નામ ભાવપાય છે. ચંડકૌશિકને જ્યારે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું ત્યારે તેણે કપરૂપ ભાવાપાયને પરિત્યાગ કરી નાખ્યા હતા. આ રીતે અપાય આહરણુજ્ઞાતના ચાર ભેદનું સ્પષ્ટીકરણ અહી સમાપ્ત થાય છે.
આહરણજ્ઞાત (આહરણ ઉદાહરણ)ને જે બીજે ઉપાય નામને ભેદ છે. તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–પ્રાપ્તવ્ય પદાર્થને નિમિત્તે પુરુષ વ્યાપાર આદિ રૂપ સામગ્રી હોય છે, તેનું નામ જ ઉપાય છે. તેથી આ દ્રવ્યાદિ રૂપ ઉપેયમાં (પ્રાપ્તવ્ય પદાર્થમાં) આ ઉપાય છે એમ કહેવું તેનું નામ આહરણ ઉપાય છે. જેમકે-ઘટાદિ દ્રવ્યવિશેષ રૂપ સામાં વિવક્ષિત માટી આદિ દ્રવ્ય ઉપાય રૂપ હોય છે. અથવા-દ્રાદિકની જેમાં ઉપાદેયતા પ્રતિપાદિત થાય છે. તે આહરણ ઉપાય છે, તે ઉપાય પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારને કહ્યો છે. સુવર્ણાદિ દ્રવ્યને અથવા પ્રાક ઉદક (પાણી) આદિ દ્રવ્યને જે ઉપાય છે અથવા દ્રવ્યરૂપ જે ઉપાય છે તેને કળ્યપાય કહે છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૮૯