________________
હવે સૂત્રકાર તે પ્રત્યેકના ચાર ચાર ભેદોનું સપષ્ટીકરણ કરે છે–આહરણજ્ઞાતના “શવા” અપાય ઈત્યાદિ ચાર પ્રકાર કહા છે અપાય એટલે અનર્થ. તે અપાયનું જ્યાં દ્રવ્યાદિમાં કથન કરવામાં આવે છે ત્યાં તે આહરણના અપાયભેદ રૂપ હોય છે, જેમકે-વિવક્ષિત દ્રવ્યાદિની જેમ જ આ દ્રવ્યવિશેષમાં અપાય છે અથવા-દ્રવ્યાદિની હેયતાનું જેના દ્વારા પ્રતિપાદન કરાય છે તે આહરણના ભેદ અપાયરૂપ છે.
આ ઉપાય પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારને કો છે દ્રવ્ય વડે, દ્રવ્યમાં અથવા દ્રવ્યરૂપ જે અપાય છે તેને દ્રવ્યાપાય કહે છે દ્રવ્ય ક્ષેત્રાદિકેની હેયતાનું સાધક અથવા દ્રવ્યની હેયતાનું સાધક જે ઉદાહરણ હોય છે તેને અપાય આહરણ કહે છે. પરદેશ જઈને જેમણે ઘણું જ ધન ઉપાર્જન કર્યું હતું એવાં બે વૈશ્યભાઈઓના દૃષ્ટાન્તની જેમ દ્રવ્યાપાય પરિહાર્ય છે અથવા દ્રવ્યમાં અપાય નિરાકરણીય છે.
- હવે તે દૃષ્ટાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-કેઈ નગરમાં બે વેશ્ય રહેતાં હતા. તેઓ ધન કમાવા પરદેશ ગયા. અને પાર્જન કરીને તેઓ પિતાને ગામ પાછા ફરવા માટે રવાના થયા. ઘરની પાસે આવતાં જ એકના મનમાં એ વિચાર આવ્યું કે ભાઈને મારી નાખીને બધું ધન હું જ કબજે કરી લઉં. આ ધનને કારણે બને ભાઈઓ વચ્ચે ભારે ઝગડે થયે. તેમણે ગુસ્સે થઈને તે ધનને કઈ જળાશયમાં ફેંકી દીધું. જળાશયમાં રહેલે કઈ મજ્ય તે ધનને ગળી ગયે. કેઈ એક માછીમારે તે માછલાને પકડીને મારી નાખ્યું અને તેને કોઈ બીજા માણસને વેચ્યું. તે માણસે તે મત્સ્ય પિતાને ઘેર લઈ જઈને રાંધવા માટે પત્નીને સોંપ્યું. તેની પત્ની અને પુત્રીએ તે મસ્યના જ્યારે ટુકડા કર્યા ત્યારે તેના પેટમાંથી પેલું ધન તેમને હાથ લાગ્યું તે ધનને ખાતર પુત્રીએ માતાને મારી નાખી. આ સમસ્ત હકીકત જ્યારે તે વૈશ્ય ભાઈઓએ જાણી ત્યારે તેમને સંસાર પર વૈરાગ્યભાવ આવી જવાથી ભેગથી વિરકત થઈને તેમણે પ્રવજ્યા અંગીકાર કરી લીધી. આ દ્રવ્યાપાય પરિહાર્ય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
८८