________________
જેમકે સુવર્ણાદિકના વિષયમાં ઉપાય છે, ઉપાય દ્વારા જ સુવર્ણાદિકમાં પ્રયત્ન વિધેય છે. અથવા-પ્રાસુક ઉદકાદિ દ્રવ્ય એષણે પાય દ્વારા ગ્રહણ કરવું જોઈએ, એવું આ કથન આહરણ ઉપાયના પ્રથમ ભેદ (દ્રવ્યોપાય) રૂપ છે.
ક્ષેત્રપરિકર્મ રૂપ જે ઉપાય છે તેનું નામ ક્ષેત્રપાય છે. જેમકે-આ ક્ષેત્રને એડવાના ઉપાય રૂપ હળ આદિ છે. અથવા-જે પ્રકારે અન્ય ક્ષેત્રાદિમાં હળ વડે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ જ પ્રમાણે આ ક્ષેત્રાદિમાં પણ તેના દ્વારા જ પ્રવૃત્તિ કરવી જોઈએ, એવું કથન ક્ષેત્રપાય છે. અથવા મિથ્યાત્વયુક્ત ક્ષેત્રને સદુપદેશ આદિ ઉપાય દ્વારા સમ્યકત્વયુક્ત કરવું તેનું નામ ક્ષેત્રપાય છે. જેમ ધાન્યાદિકના જ્ઞાનનો ઉપાય છે એજ પ્રમાણે કાળના જ્ઞાનને પણ જે ઉપાય છે તેનું નામ કાલેપાય છે. અથવા-જે પ્રકારે તથાવિધ ગણિતજ્ઞા છાયાદિ રૂપ વડે કાળને જાણી લે છે એજ પ્રમાણે જે છાયાદિ દ્વારા કાળને જાણે છે તે કાલેપાય રૂપ છે અથવા પ્રતિલેખના આદિ કાળનું જે જ્ઞાન છે તેનું નામ કાલેપાય છે. ભાવ-શાનમાં જે ઉપાય છે તેનું નામ ભાવપાય છે. અથવા ઉપાય દ્વારા જે ભાવને જાણવાનું થાય છે તેનું નામ ભાવપાય છે. જેમકે બ્રહકુમારીને વાત કરવાથી અભયકુમારે ચેરના ભાવ જાણી લીધા હતા અથવા ભાવ વડે કલ્યાણને ઉપાય જાણી લઈને નેમિનાથ ભગવાને ગજસુકુમાર મુનિને કાયોત્સર્ગ કરવા માટે મશાન ભૂમિમાં જવાની અનુમતિ આપી હતી. આ રીતે આહરણુજ્ઞાતિના ઉપાય નામના બીજા ભેદનું વર્ણન અહીં પૂરું થાય છે.
હવે આહરણના ત્રીજા ભેદનું-સ્થાપનાકર્મનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–સ્થાપનાનું જે કર્મ-સંપાદન છે તેનું નામ સ્થાપના કર્મ છે. એટલે કે પરમતને જાણી લઈને અને તેમાં દૂષણે બતાવીને પિતાના મતની સ્થાપના કરવી તેનું નામ સ્થાપનાકમ છે.
તે સ્થાપનાકમ સૂત્રકૃતાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કમાં પુંડરીક નામના પ્રથમ અધ્યયન રૂપ છે, ત્યાં એવું પ્રકટ કરવામાં આવ્યું છે કેથેડા પાણી અને ઘણું જ કાદવથી ભરપૂર એક પુષ્કરિણી (જળાશય વિશેષ)ની વચ્ચે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૯૦.