________________
કહે છે. ઉદ્રમ, ઉત્પાદન અને એષણાની વિશુદ્ધિની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર પડે છે-(૧) ઉદ્મ વિશેધિ, (૨) ઉત્પાદન વિધિ અને (૩) એષણ વિશેધિ. આ વિધિ જ્ઞાનાદિની આરાધનાથી સંભવિત બને છે. તેથી હવે સૂત્રકાર આરાધના સંબંધી સૂત્રચતુષ્ટયનું કથન કરે છે-“ તિવિ મrળા” ઈત્યાદિ –
જ્ઞાનની, દશનની, અને ચારિત્રની, એમ ત્રણ પ્રકારની આરાધના કહી છે. શ્રુતજ્ઞાનની જે આરાધના છે તેને જ્ઞાનારાધના કહે છે. કાલાધ્યયન, વિનય આદિ રૂપ આઠ આચારોની નિરતિચારપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જ્ઞાનારાધનાનું પાલન થાય છે. એ જ પ્રમાણે નિઃશંકિત આદિ આઠ આચારમાં નિરતિચાર પૂર્વક પ્રવૃત્તિ કરવી તેનું નામ દર્શનારાધના છે. નિઃશક્તિ, નિકાંક્ષિત આદિ જે આઠ અંગરૂપ આચાર કહ્યા છે, તેમાં પ્રવૃત્તિ કરવાથી–તેમનુ નિરતિચારપૂર્વક પાલન કરવાથી દર્શનારાધના થઈ શકે છે. સમિતિ, ગુપ્તિ આદિ આચારેમાં નિરતિચારપૂર્વક પ્રવૃત્તિ કરવાથી ચારિત્રની આરાધના થાય છે. જે ૫ | જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની હોય છે, એજ પ્રમાણે દર્શનારાધના પણ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. એ જ પ્રમાણે ચારિત્રારાધનાના પણ ત્રણ ભેદ સમજવા. - “નિવિ જિહે ” ઈત્યાદિ.
સંકિલશ્યમાન પરિણામ જેના કારણરૂપ છે એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્રમાંથી જીવનું જે પતન થાય છે તેનું નામ સંલેશ છે. તે સંકલેશના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-જ્ઞાન સંકલેશ, દર્શન સંકલેશ અને ચારિત્ર સંકલેશ, એ જ પ્રમાણે અસંકલેશના પણ ત્રણ પ્રકાર પડે છે. અસંકલેશ જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધિરૂપ હેય છે, તથા તે અસંકલેશ વિશુદ્ધમાન પરિણામ હતક હોય છે, એટલે કે અસંલેશના હેતુ (કારણે) ક્ષણે ક્ષણે વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરતાં રહે છે. એ જ પ્રમાણે જ્ઞાનતિકમ, દર્શનાતિક્રમ અને ચારિત્રાતિક્રમના ભેદથી અતિક્રમ પણ ત્રણ પ્રકારના કહ્યા છે જ્ઞાનના અતિક્રમને જ્ઞાનાતિકમ કહે છે. એ જ પ્રમાણે દર્શનાતિકમ અને ચારિત્રાતિક્રમ વિષે પણ સમજવું. વ્યતિક્રમ પણ ત્રણ પ્રકારના છે, અતિચાર પણ ત્રણ પ્રકારના છે અને અનાચાર પણ ત્રણ પ્રકારના છે. આધાકર્માને આશ્રિત કરીને અતિકમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
८४