________________
કહે છે. આ રીતે કાળ સામાન્યનું કથન કરીને હવે સૂત્રકાર તેમના ઉપભેદનું કથન કરે છે– રિવિ સમg” ઈત્યાદિ–
સમયથી લઈને અવસર્પિણી પર્યાના કાળભેદનું નિરૂપણ દ્વિસ્થાનકના ચેથા ઉદ્દેશાના ૨૭ માં સૂત્રમાં આપ્યા અનુસાર અહીં પણ સમજી લેવું.
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે અવસર્પિણીની ઉપર પણ પદ્રલ પરાવર્ત નામને કાળભેદ છે. હવે તે કાળભેદની પ્રરૂપણ કરવામાં આવે છે.
વિદે જોવાઢવા” ઈત્યાદિ– આહારક સિવાયના રૂપિદ્રવ્યનું દારિક આદિ પ્રકારે એક જીવ દ્વારા કમશી ગ્રહણ કરાતા જયારે સંપૂર્ણ રૂપે ગ્રહણ થઈ જાય છે, એટલા કાળનું નામ પુદ્ગલ પરાવર્ત છે. તેમાં ગૃહીત રૂપી દ્રવ્યનું ગ્રહણ ગણતરીમાં આવતું નથી. આ પ્રમાણે થતાં થતાં જેટલા કાળમાં તે થઈ જાય છે એટલા કાળનું નામ એક પુકલ પરાવર્ત છે. તે પુદ્ગલ પરાવર્ત અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી રૂપ હોય છે. અનુત્તરપપાતિક સૂત્રની અર્થાધિની ટકામાં પુદ્રલ પરાવર્તનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકેએ ત્યાંથી તે વાંચી લેવું. સમયથી લઈને પુદ્ગલ પરાવર્ત પર્યન્તના અનેક કાળભેદે હોવા છતાં, સામાન્ય રૂપે એક અર્થને આશ્રિત કરીને અહીં સૂત્રકારે તે બધામાં એકવચનને પ્રયોગ કર્યો છે. એક આદિ અર્થોમાં એક વચન આદિને પ્રયોગ થાય છે, તે સંબંધને અનુલક્ષીને હવે સૂવકાર વયનની પ્રરૂપણ કરે છે–“સિવિ” ઈત્યાદિ–
જે વચનથી એક અર્થ (વતુ) નું કથન થાય છે તે વચનનું નામ એકવચન છે. અથવા એક ઉક્તિનું નામ એકવચન છે. અથવા એક વસ્તુને નિર્દેશ કરનારૂં એકવચન છે. એ જ પ્રમાણે દ્વિવચન અને બહુવચન વિષે પણ સમજવું. જેમકે “સંત” એકવચન છે, “સંત” દ્વિવચન છે અને “સંત” એ બહુવચન છે. અથવા સ્ત્રીલિંગવાળા શબ્દોનો પ્રયોગ કરે તે સીવચન છે, જેમકે ક્ષમા, દયા, અહિંસા આદિ વચન. પુલિંગ (નરજાતિના) શબ્દોને પ્રયોગ કરે તે કુંવચન છે. જેમકે ધર્મ, ત્યાગ, પુરુષ આદિ શબ્દ. નવુંસકલિંગના શબ્દોને પ્રયોગ કરે તે નપુંસક વચન છે. જેમકે જ્ઞાન, ધ્યાન દાન વગેરે શબ્દો. આ રીતે લિંગાદિકના ભેદની અપેક્ષાએ વચનના ત્રણ ભેદ કહ્યા છે. એ જ પ્રમાણે “અમૂર, મવતિ, અવિષ્યતિ ” ઈત્યાદિ રૂપે અતીતાદિ કિયાના પ્રતિપાદક હોવાથી અતીત વચન, વર્તમાન વચન, અને અનાગત વચનના ભેદથી પણ ત્રણ પ્રકારનાં વચન કહ્યાં છે. આ સૂ. ૬૩ .
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૮૨