________________
કાલ ઓર વચનકી પ્રરૂપણા
પ્રતિમાઓ નિયત કાળવાળી હોય છે, તેથી હવે સૂત્રકાર કાળની પ્રરૂપણા કરે છે. અને ત્યારબાદ તેની સાથે સંબંધ ધરાવતા વચનની પ્રરૂપણ કરે છે.
રિવિ #ારું guત્તે ” ઈત્યાદિ–
સૂત્રા-કાળ ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) અતીતકાળ (ભૂતકાળ), (૨) વર્તમાનકાળ અને (૩) અનાગતકાળ (ભવિષ્યકાળ). એ જ પ્રમાણે સમયના પણ ત્રણ પ્રકાર છે-(૧) અતીત સમય, (૨) વર્તમાન સમય અને (૩) અનાગત સમય. એ જ પ્રમાણે આવલિકા શ્વાસોશ્વાસ, સ્ત, ક્ષણ, લવ, મુહૂર્ત, અહોરાત્ર, આદિથી લઈને વર્ષ શતસહસ, વકેટિ, પૂર્વાગ, પૂર્વ વગેરેથી લઈને અવસર્પિણી પર્યન્તના પણ ઉપર્યુક્ત ત્રણ ત્રણ પ્રકાર સમજવા. પુદ્ગલ પરિવર્ત ત્રણ પ્રકારનું કહ્યું છે-(૧) અતીત પુદ્ગલ પરાવર્ત, (૨) વર્તમાન પુલ પરાવર્ત (૩) અનાગત પુદ્ગલ પરાવર્ત. વચન પણ ત્રણ પ્રકારનાં કહ્યાં છે-(૧) એકવચન (૨) દ્વિવચન અને (૩) બહુવચન અથવા વચનના આ પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે-(૧) સ્ત્રીવચન, (૨) પુંવચન અને (૩) નપુંસક વચન અથવા (૧) અતીત વચન (૨) વર્તમાન વચન અને અનાગત વચનના ભેદથી પણ વચનના ત્રણ પ્રકાર કહ્યાં છે. દ્રવ્યના રૂપમાં પરિવર્તન કરાવવામાં જે નિમિત્ત કારણ હોય છે, તેનું નામ વ્યવહાર કાળ છે અને વર્તમાન ક્ષણની હોય છે એવા કાળને નિશ્ચયકાળ કહે છે. કહ્યું પણ છે કે –
વારિવવો” ઈત્યાદિ. ટકાર્ચ–એ જ વાત ટીકાકારે “ઢi #ા પછે ચા-ચતે પરિછિયારે હતુ અને તિ જાઢઃ” આ વ્યુત્પત્તિ દ્વારા પ્રકટ કરી છે. જે કાળ વર્તમાનતાને કરી ચુકયે છે વ્યતીત કરી ચુકયે છે તે કાળને અતીતકાળ અથવા ભૂતકાળ કહે છે. જે કાળ વર્તી (ચાલી) રહ્યો છે તેને વર્તમાનકાળ કહે છે, તથા જે વર્તમાનતાને અપ્રાપ્ત છે એવા કાળને અનાગત અથવા ભવિષ્યકાળ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨