________________
આ સૂત્રને પૂર્વસૂત્રની સાથે આ પ્રકારને સંબંધ છે-પહેલા સૂત્રમાં શ્રમણ અને માહનની પયું પાસનાની ફલપરમ્પરા પ્રકટ કરવામાં આવી છે. તે શ્રમણ કે માહન અણગાર જ હોય છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં અણગારની કલ્પવિધિનું નિરૂપણ કર્યું છે.
“વરિપવિત્ર અનraઈત્યાદિ
ટીકાર્થ–પ્રતિમા (અભિગ્રહ વિશેષ) ધારણ કરનાર અણગારને નીચેના ત્રણ ઉપાશ્રય (આશ્રયસ્થાનો) ગવેષણ કરવા નિમિત્તે કપે છે(૧) અધઃઆરામ ગૃહ (બગીચામાં બનાવેલાં ઘર ), (૨) અવિવૃત ગૃહ (ઉપરથી આચ્છાદિત પણ ચારે તરફ ખુલ્લું આશ્રયસ્થાન ) (૩) અધેવૃક્ષ મૂળ. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે ભિક્ષુએ માસિકી આદિ અવધિવાની પ્રતિમાની આરાધના શરૂ કરી છે, એવા તે અણુગાર ભિક્ષુને ધર્મધ્યાન કરવા નિમિત્તે આ ત્રણ સ્થાન ઉપાશ્રયસ્થાન રૂપે ક૯પે છે-એટલે કે આ ત્રણ સ્થાનમાં રહીને તે ધર્મધ્યાન કરી શકે છે. ધર્મધ્યાન કરવાને માટે જ્યાં રહેવામાં આવે છે તે સ્થાનને જ ઉપાશ્રય કહે છે. (૧) આરામગૃ૬ (વાટિકાગૃહ) માં કોઈ પણ એક સ્થાને રહીને તે ધર્મધ્યાન કરી શકે છે. (૨) દીવાલ આદિથી રહિત પણ ઉપરથી આચ્છાદિત એવા ચારે દિશામાં ખુલ્લા સ્થાનમાં રહીને પણ તે ધર્મધ્યાન કરી શકે છે, અને (૩) વડવૃક્ષની નીચે રહીને પણ તે ધર્મધ્યાન કરી શકે છે.
“ g *વિજ્ઞg” આ સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે અણગારને તે ઉપાશ્રયભૂત સ્થાને તેમને (તે સ્થાન) માલિકની આજ્ઞા વિના કલ્પતા નથી-આ સૂત્રને પૂર્વસૂત્રની સાથે આ પ્રકારને સંબંધ ગ્રહણ કરો-“હાફિવર મળTIRE ifસ તો ડારતા અgmવિરા”
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨