________________
થયે છે તે શબ્દાર્થમાં થયું છે. જેમકે અશીલા. અહીં અશીલા કન્યાએટલે દુષ્ટ સ્વભાવવાળી કન્યા. તેથી અકિયાને અહીં દુષ્કિયારૂપ ગ્રહણ કરવી જોઈએ. એવી અકિયા મિથ્યાદષ્ટિ જીવ જ કરે છે, કારણ કે તેની ક્રિયાથી તેને સંસાર વધે છે. તે કારણે સંસારની વૃદ્ધિનું સાધક જે જે અનુષ્ઠાન મિથ્યાદિષ્ટ જીવ કરે છે, તે તે અનુષ્ઠાન દુષ્ટ ક્રિયા અથવા અક્રિયારૂપ જ હોય છે. મિથ્યાદષ્ટિજીવથી કરે છે, તેને અનુષ્ઠાન દુષ્ટ કિયા અથવા અકિયા રૂપ જ હોય છે. મિથ્યાદિષ્ટ જીવનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ હોય છે તેને અવિનય પણ મિથ્યાત્વરૂપ જ હોય છે. અહીં “ અજ્ઞાન” પદ વડે જ્ઞાનાભાવ ગ્રહણ કરાયું નથી પણ અસમ્યગ્ર જ્ઞાન જ ગ્રહણ કરાયું છે કે ૧ છે “વિરિયા” ઇત્યાદિ–
મિથ્યાત્વના પ્રથમ ભેદરૂપ જે અક્રિયા કહી છે, તેના પ્રગક્રિયા આદિ ત્રણ ભેદનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–વર્યાન્તરાયના લપશમથી ઉત્પન્ન વીર્યવાળા આત્મા દ્વારા જે વ્યાપાર (પ્રવૃત્તિ) કરવામાં આવે છે તેને પ્રવેગ કહે છે. તે પ્રયોગ મન, વચન અને કાયરૂપ છે. આ પ્રયોગ કરવાની જે ક્રિયા છે તેનું નામ પ્રગક્રિયા છે. અથવા પ્રાગે દ્વારા (મન, વચન અને કાયાદ્વારા) જે કરાય છે (જે કર્મબંધ બંધાય છે) તેનું નામ પ્રગકિયા કર્મરૂપ હોય છે. તે દુષ્ટ હોવાથી અક્રિયારૂપ ગણાય છે અને અકિયા રૂપ હેવાને લીધે તેને મિથ્યાત્વરૂપ પ્રકટ કરેલ છે.
હવે સમુદાન ક્રિયાને અર્થ સમજાવવામાં આવે છે–સમ્યક્ પ્રયોગકિયા દ્વારા એકરૂપે ગૃહીત થયેલી કર્મવર્ગણાઓનું જે પ્રકૃતિબંધ આદિના ભેદરૂપે અને દેશઘાતિ તથા સર્વઘાતિ રૂપે જે આદાન (પરિણમન) થાય છે તેનું નામ સમુદાન છે. આ સમુદાન રૂપ જે ક્રિયા છે તેનું નામ સમુદાનક્રિયા છે. આ સમુદાનક્રિયા પણ કર્મરૂપ જ હોય છે “ સમુદાન” શબ્દની સિદ્ધિ નિપાતથી થઈ છે. અજ્ઞાનથી જે ચેષ્ટા થાય છે અથવા કર્મ બંધાય છે તેને
અજ્ઞાનક્રિયા કહે છે. મનપ્રયોગ, વચનપ્રવેગ અને કાયDગના ભેદથી પ્રયોગ કિયા ત્રણ પ્રકારની કહી છે. તેને વિષે આગળ સ્પષ્ટતા થઈ ચુકી છે. સમાન કિયાના ત્રણ ભેદે હવે સ્પષ્ટ કરવામાં આવે છે–જે સમુદાન કિયામાં વ્યવધાન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૭૦