________________
મિથ્યાત્વકા નિરૂપણ
પહેલા સૂત્રમાં નરકની પ્રરૂપણા કરવામાં આવી. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે મિથ્યાત્વને કારણે જીવને તે નરકમાં જવું પડે છે. અથવા નય જ્યારે અન્ય નયની અપેક્ષાથી રહિત થઈ જાય છે, ત્યારે તેઓ મિથ્યાદષ્ટિવાળા થઈ જાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર મિથ્યાત્વના સ્વરૂપની પ્રરૂપણ કરે છે-“તિવિ મિત્તે વળ” ઈત્યાદિ
સ્વાર્થ-મિથ્યાત્વ ત્રણ પ્રકારનું કહ્યું છે-(૧) આક્રિયા, (૨) અવિનય અને (૩) અજ્ઞાન. તેમાંથી અક્રિયાના પણ ત્રણ પ્રકાર છે-(૧) પ્રગક્રિયા, (૨) સમુ. દાનક્રિયા અને (૩) અજ્ઞાનકિયા. પ્રયોગકિયાના પણ ત્રણ પ્રકાર છે–(૧) મનઃ પ્રયોગ ક્રિયા, (૨) વાફપયોગ ક્રિયા, અને (૩) કાયપ્રયોગ કિયા. સમુદાનક્રિયાના કર્મોને પ્રકૃતિ સ્થિતિ આદિરૂપે વ્યવસ્થિત કરવાવાળી કિયા પણ નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે–(૧) અનાર સમુદાનક્રિયા, (૨) પરમ્પરા સમુદાનકિયા અને (૩) તદુલય સમુદાનક્રિયા. અજ્ઞાન ક્રિયાને પણ નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે (૧) મત્યજ્ઞાન કિયા, (૨) શ્રુતજ્ઞાન ક્રિયા અને (૩) વિભંગાજ્ઞાન ક્રિયા. અવિનયના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) દેશત્યાગી, (૨) નિરાલમ્બનતા અને (૩) નાનાપ્રેમષ. અજ્ઞાનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) દેશાજ્ઞાન, (૨) સર્વજ્ઞાન અને (૩) ભાવાજ્ઞાન.
ટીકાર્ચ–અહીં મિથ્યાત્વ પદ દ્વારા વિપર્યસ્ત શ્રદ્ધારૂપ મિથ્યાત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, કારણ કે પ્રગક્તિા આદિની સાથે તેને સંબંધ સંભવી શકતું નથી. કિયાદિકની અસમ્યકરૂપતા, તેમની દષ્ટતા, અને અશોભનતાને જ અહીં મિથ્યાત્વરૂપે ઓળખાવવામાં આવેલ છે, એમ સમજવું. તે મિથ્યાત્વને અકિયા આદિના ભેદથી જે ત્રણ પ્રકારનું પ્રકટ કરવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે મિથ્યાત્વથી ઉપહત (સંપન્ન) થયેલી વ્યક્તિનું જે સંસારવૃદ્ધિ સાધક અનુષ્ઠાન છે તે અક્રિયા છે. અકિયામાં જે નકારવાચક “ ને પ્રયોગ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨