________________
અનેક શબ્દોને એક અર્થ થતું નથી, એ જ પ્રમાણે એક શબ્દના પણ અનેક અર્થ થતા નથી. આ પ્રમાણે શબ્દના ભેદ અનુસાર અર્થભેદ કરનારા વિચારને સમભિરૂઢ નય કહેવાય છે.
એવભૂત નય આ નયના વિચારથી પણ આગળ જાય છે. આ નય એમ બતાવે છે કે ભલેને અનેક શબ્દના અનેક અર્થ હોય, પરંતુ તે અર્થને તે શબ્દને વાગ્યે ત્યારે જ માની શકાય કે જયારે તે શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત વ્યુત્પત્તિ તેમાં ઘટાવી શકાતી હોય એટલે કે સંભવિત હોય. આ રીતે વ્યુત્પત્તિ અર્થ ઘટાવી શકાતો હોય તો જ તે શબ્દને તે અર્થે લઈ શકાય છે. જો કે આ નયને વિષય ભાવનિક્ષેપ હોય છે, પરંતુ તે ભાવનિક્ષેપ તેને વિષય ત્યારે જ સંભવી શકે છે કે જ્યારે તે વ્યુત્પત્તિ અર્થથી વિશિષ્ટ (યુક્ત). હોય. જેમકે ત્યારે ઘડે પાણી લઈ જવાની ક્રિયા કરી રહ્યો હોય ત્યારે જ તેને ઘડે કહેવાય છે, પણ જ્યારે તે આ કિયાથી રહિત હોય છે ત્યારે તેને ઘડે કહી શકાય નહીં, એવી આ નયની માન્યતા છે. તેથી આ ત્રણે નાની માન્યતા અનુસાર નરકાવાસ આત્મપ્રતિષ્ઠિત – સ્વસ્વરૂપાશ્રિત છે, એમ પહેલાં કહેવામાં આવ્યું છે.
આ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત રૂપ સાત નામાંથી પહેલા ત્રણ નય અશુદ્ધ હોવાથી અને લૌકિક વ્યવહાર અનુસાર પ્રવૃત્તિ કરનારા હોવાથી એવું જાહેર કરે છે કે નરકાવાસ પૃથ્વીને આશ્રિત છે. ઋજુસૂત્ર નય શુદ્ધ હોવાથી તેમને આકાશ પ્રતિષ્ઠિત કહે છે, કારણ કે સંસારમાં જેટલા પદાર્થો છે, ભલે તે સ્થિર હોય કે અસ્થિર હોય પણ તે સૌને એકાન્તરૂપે (સંપૂર્ણ રૂપે) આધાર આકાશ જ છે, પૃથ્વી આ પ્રકારે આધારભૂત નથી, તથા શબ્દ સમભિરૂઢ અને એવંભૂત નય શુદ્ધતર (વધારે શુદ્ધ) છે. તેથી તે નયની માન્યતા એવી છે કે સમસ્ત ભાવ કે અન્ય વસ્તુને આશ્રિત હોતા નથી, પણ પિતાના જ સ્વરૂપને આશ્રિત રહે છે, કારણ કે નિજસ્વરૂપ જ પ્રત્યેક પદાર્થનું અવ્યભિચરિત અતરંગ આશ્રયસ્થાન છે. આ વિચારધારાને અનુસરીને આ ત્રણે નય તેમને (નરકાવાસને) આત્મપ્રતિષ્ઠિત કહે છે. એ જ વાત આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે-“રહ્યું વરપુલાવે” ઈત્યાદિ વસ્તુ વસતી સ્વભાવે અર્થાત વસ્તુ પિતાના સ્વભાવમાં રહે છે.
જીવ જે પ્રકારે પોતાના ચેતન સ્વભાવમાં વસે છે, એ જ પ્રમાણે પ્રત્યેક વસ્તુ પણ પિતા પોતાના સ્વભાવમાં વસે છે, કારણ કે સૌની સત્તા (અસ્તિત્વ) નિજસ્વભાવથી જ હોય છે. કહ્યું છે. જેમ છાંયડે અને તડકે એકબીજાના આશ્રિત રહેતા નથી, એ જ પ્રમાણે કઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુને આશ્રિત હોતી નથી. છે . ૫૮ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨