________________
નિગમમાં નિશ્ચિત અર્થ બેધ કરાવવામાં-આ નય કુશળ હોય છે, તેથી પણ તેને નિગમ કહે છે અથવા જ્યાં જેવો વ્યવહાર થાય છે તેને અનુરૂપ જે બંધ કરાય છે તેને નૈગમ કહે છે. ભેદેને એક કરીને તેમનું કથન કરવું તેનું નામ સંગ્રહ છે. તે નૈગમ નયની જેમ સામાન્ય વિશેષને ગ્રાહક હેત નથી, પરંતુ કેવળ સામાન્ય જ ગ્રાહક હોય છે. જે નય લેકવ્યવહાર અનુસાર પ્રવૃત્તિ કરે છે તેને વ્યવહાર નય કહે છે. આ નયને વિષય ભેદપ્રધાન હોય છે એટલે કે આ નય વિશેષગ્રાહક જ હોય છે૩. અથવા ત્રાજુસૂત્ર બાજુશ્રુત નયની માન્યતા પ્રમાણે નરકાવાસ આકાશ પ્રતિષ્ઠિત છે. જે નય અતીત ( ભૂતકાલિન) અનાગત (ભવિષ્યકાલિન) રૂપ વકતાને પરિહાર કરીને માત્ર વર્તમાનકાળની પર્યાયને જ બતાવે છે–એટલે કે તેનું પ્રતિપાદન કરે છે, તે નયનું નામ ઋજુસૂત્ર નય છે. તથા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનોની માન્યતા અનુસાર નરકાવાસ આત્મપ્રતિષ્ઠિત છે. શબ્દપ્રધાન નય ત્રણ છે–(૧) શબ્દનય, (૨) સમભિરૂઢનય અને (૩) એવંભૂતનય. જે નય લિંગ, સંખ્યા, કારક આદિના ભેદથી અર્થમાં ભેદ માને છે તે નયને શબ્દનય કહે છે. આ નય ભાવનિક્ષેપરૂપ વસ્તુને જ વાસ્તવિક માને છે, વર્તમાનકાળવતી પર્યાયને જ પર્યાય માને છે, ભૂત ભવિષ્યકાળને તે વાસ્તવિક માનતું નથી, તથા જે શબ્દનું લિંગ (જાતિ) અભિન્ન છે તેમને અર્થ પણ એક છે એવું માને છે.
સમભિરૂઢ નય એક લિંગવાળા શબ્દોને અર્થ પણ ભિન્ન ભિન્ન હોય છે, એમ માને છે, તથા જ્યારે શબ્દ નય શક, યુરન્ટર, ઈન્દ્ર આદિ એક લિંગ. વાળા શબ્દનો અર્થ એક માને છે, ત્યારે આ નય (સમરૂિઢ નય) પુરન્ટર, શક્ર અને ઈન્દ્ર આ શબ્દના અભિધેયને ઘટપટાદિ શબ્દના અભિધેયની જેમ ભિન્ન ભિન્ન માને છે. આ રીતે જેટલા એકાઈક શબ્દો છે, તે બધાને અર્થ ભિન્ન ભિન્ન જ હોય છે એવી આ નયની માન્યતા છે. જો કે કોઈ કોઈ વખત એક જ શબ્દના અનેક અર્થ પણ થાય છે, પરન્તુ આ નય એ વાતને સ્વીકારતા નથી. એ તે એમ જ કહે છે કે જેમ શક, પુરદર આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૬૭