________________
(તરા) પડતું નથી, તે સમુદાનક્રિયાને અનન્તરા સમુદાને કિયા કહે છે. એટલે કે એક સમયવત્તિની સમુદાન કિયાને અનન્તર સમુદાન ક્રિયા કહે છે. દ્વિતીયાદિ સમયાવત્તિની ક્રિયાને પરસ્પર સમુદાન કિયા કહે છે. તથા પ્રથમ, અપ્રથમ અને સમયવર્તિની જે સમુદાન ક્રિયા છે તેને તદય સમુદાને કિયા કહે છે. હવે અજ્ઞાન ક્રિયાના મત્યજ્ઞાન આદિ ત્રણ ભેદનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-મિથ્યાષ્ટિની મતિથી જે કિયા થાય છે તેને મતિજ્ઞાન કહે છે, મિથ્યાદષ્ટિના કૃતથી જે કિયા થાય છે તેને શ્રુતજ્ઞાન કિયા કહે છે. મિથ્યાદષ્ટિની જે અવધિ છે એજ વિસંગાજ્ઞાન છે. આ વિર્ભાગજ્ઞાનથી જે કિયા થાય છે તેને વિલંગાજ્ઞાન ક્રિયા કહે છે. આ સૂત્રમાં અહીં સુધી અકિયા મિથ્યાત્વનું કથન કરવામાં આવ્યું છે. હવે સરકાર અવિનય મિથ્યાત્વનું કથન કરે છે–“વિના” ઈત્યાદિ–
વિશિષ્ટ નયનું નામ વિનય છે. તે વિનય પ્રતિપત્તિ સેવા વિશેષરૂપ હેય છે. વિનય ન હવે તેનું નામ અવિનય છે. હવે તેના ત્રણ પ્રકારે સમજાવવામાં આવે છે-(૧) દેશત્યાગી અવિનય-સ્વામીને ગાળ દેવા રૂપ અવિનય જે દેશત્યાગમાં કારણભૂત બને છે, તે અવિનયને દેશત્યાગી અવિનય કહે છે. જન્મભૂમિ આદિનું નામ દેશ છે. આ દેશમાંથી નીકળવાની કે દેશને ત્યાગ કરવાની ક્રિયાને દેશત્યાગ કહે છે. જે અવિનયને કારણે દેશ ત્યાગ કરવાની પરિસ્થિતિ પેદા થાય છે તે અવિનયને દેશત્યાગી અવિનય કહે છે, કારણ કે સ્વામી જ્યારે ગાળ આદિ દેવારૂપ અવિનયથી કપાયમાન થાય છે, ત્યારે તેના દ્વારા તે વ્યક્તિને દેશમાંથી હાંકી કાઢવામાં આવે છે. આ રીતે જે અવિનય દેશત્યાગ કરાવવામાં કારણભૂત બને છે, તે અવિનયને દેશત્યાગી અવિનય કહે છે. (૨) જે અવિનયને કારણે અવિનયકર્તાને અવલંબનથી–આશ્રયસ્થાન રૂપ ગચ્છ, કઢબ આદિ રૂપ સહારાથી–રહિત કરવામાં આવે છે–એટલે કે ગરછ અથવા કુટુંબમાંથી અલગ કરવામાં આવે છે, તે અવિનયને નિલંબનતા અવિનય કહે છે. (૩) સ્વામી આદિ પ્રત્યે અથવા રવાજ્યાદિ સંમત પ્રતિ પ્રેમ કરવાને બદલે દ્વેષ કરવાથી અથવા તેમના દ્વારા અસંમત હોય એવા પદાર્થ કે માન્યતા પ્રત્યે દ્વેષ કરવાને બદલે પ્રેમ કરે તેનું નામ નાનાપ્રેમદ્રેષરૂપ અવિનય છે. એવા અવિનયને નાનામઢેષરૂપ નામથી ઓળખવાનું કારણ એ છે કે તે અવિનય વિષયવાળે છે. હવે સૂત્રકાર અજ્ઞાન મિથ્યાત્વનું સ્પષ્ટીકરણ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૭૧.