________________
કાલિક રોગતકની પ્રાપ્તિ થાય છે અને (૩) કેવલિપ્રજ્ઞત ધર્મમાંથી યુત (પતિત) થઈ જાય છે. ચિત્તમાં વિભ્રમ થવે તેનું નામ ઉન્માદ છે. જે તેને તે ઉન્માદની પ્રાપ્તિ થાય છે તે તેને કારણે તેનું અહિત આદિ થાય છે. કષ્ટસાધ્ય અથવા અસાધ્ય રોગને પણ તે ભેગ બને છે. કેઢ આદિ અસાધ્ય રગે છે અને તુરત જ પ્રાણ હરી લેનારૂ હ્રદયશૂલ (હાર્ટ ફેલ), વિસૂચિકા (કલેરા) આદિ આતંક પણ તેને માટે અહિત આદિનું કારણ બને છે. એ જ પ્રમાણે જે તે જિનપ્રણીત ધર્મથી (શ્રુતચારિત્રરૂપ ધમથી) ભ્રષ્ટ થઈ જાય છે, તે સમ્યકત્વની પણ હાનિ થાય છે અને તે પણ તેનું અહિત આદિ કરવામાં કારણભૂત બને છે. જે તે એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યફ રીતે પાલન કરવામાં લીન રહે છે, તે તેને માટે ત્રણ સ્થાન હિતકારક, સુખકારક, ક્ષમાકારક, મંગલકારક અને અનુગામિતાકારક (શુભ બંધ કરનારા ) થઈ પડે છે તે ત્રણ સ્થાન નીચે પ્રમાણે સમજવા-(૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ કથનને ભાવાર્થ એ છે કે એક રાત્રિની અવધિવાળી બારમી ભિક્ષુપ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આરાધના કરનાર અણગારને કાં તે અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને કાં તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૧૩ માં સૂત્રમાં સમ્યક્ રીતે આ પ્રતિમાની આરાધના નહીં કરનારના શા હાલ થાય છે તે પ્રકટ કરવામાં આવ્યું છે. તેમાં એવું કહ્યું છે કે એક રાત્રિની બારમી ભિક્ષુપ્રતિમાની સમ્યક્ રૂપે આરાધના ન કરનાર અણગારને ઉન્માદ,
ગાતક અને ધર્મભ્રષ્ટ થવા રૂપ અહિતાદિ વિધાયક અર્થ પ્રાપ્ત થાય છે. ૧૪ માં સૂત્રમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે બારમી ભિક્ષુપ્રતિમાનું સમ્યક રૂપે પાલન કરનાર અણગારને અવધિજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન અથવા કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, જે તેનું હિતકારક, સુખકારક આદિ થઈ પડે છે. સૂ, પપ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨