________________
લખ્યિ ઉત્પન્ન થાય છે, અને શ્રમણ નિર્ગથ તેને સંક્ષિપ્ત કરીને શરીરની અંદર જ રાખે છે.
ત્રણ માસની અવધિ (સમય મર્યાદા) વાળી ભિક્ષુપ્રતિમાને ધારણ કરનાર અણગારને ભજન અને પાનની ત્રણ દત્તિ લેવી કપે છે, જે કે ભિક્ષપ્રતિમાઓ તો ૧૨ પ્રકારની હોય છે. કહ્યું પણ છે કે “મારા સત્તતા” ઈત્યાદિ.
તેને ભાવ આ પ્રમાણે છે-પહેલી ભિક્ષુપ્રતિમા એક માસની છે, બીજી શિક્ષપ્રતિમા બે માસની છે, ત્રીજી ભિક્ષુપ્રતિમા ત્રણ માસની છે, જેથી ભિક્ષપ્રતિમા ચાર માસની છે, પાંચમી ભિક્ષુપ્રતિમા પાંચ માસની છે, છઠ્ઠી ભિક્ષપ્રતિમા છ માસની છે અને સાતમી ભિક્ષુપ્રતિમા સાત માસની છે. આ રીતે એકથી લઈને સાત સુધીની ભિક્ષુપ્રતિમાઓ ઉત્તરોત્તર એક એક માસની દ્વિવાળી છે. ત્રણ પ્રતિમાઓ એટલે કે આઠમી, નવમી અને દસમી ભિક્ષપ્રતિમાઓ સાત સાત દિનરાતના પ્રમાણવાળી છે. અગિયારમી ભિક્ષુપ્રતિમા એક અહેરાતની (દિવસરાતની અવધિવાળી) છે અને બારમી ભિક્ષુપ્રતિમા માત્ર એક રાતની જ અવધિવાળી છે. પરંતુ અહીં ત્રિસ્થાનકને અધિકાર ચાલતું હોવાથી ત્રણ દત્તિ ગ્રહણ કરવારૂપ ત્રિમાસિકી ભિક્ષુપ્રતિમાનું જ વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રતિમાને અંગીકાર કરનાર અણગારને ગૃહત્યાગી ભિક્ષુને-એક વારમાં પડેલી આહારાદિ દ્રવ્યરૂપ ત્રણ ભેજન દત્તિ અને ત્રણ પનિક દત્તિયે જ લેવી કહ્યું છે.
હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે એક રાત્રિની પ્રતિમાને સમ્યફ રીતે નહીં પાળવાથી શું થાય છે અને શું નથી થતું, તથા સમ્યક્ રીતે પાળવાથી શું થાય છે અને શું નથી થતું-“pજાફરો” ઈત્યાદિ–
બારમી ભિક્ષુપ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આરાધના નહીં કરનાર અણગારના ત્રણ સ્થાન અહિતથી લઈને અનનુગામિકતા પર્યન્તના હેતુરૂપ બને છે. તે ત્રણ સ્થાન નીચે પ્રમાણે છે-(૧) ઉન્માદની પ્રાપ્તિ થાય છે, (૨) દીઘ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨