________________
વળી ત્યાં ગણાચાર્ય છે, ગણધર છે, અને ગણાવચ્છેદક છે. જેમનું જે ગણ હોય છે તે ગણના આચાર્યને તે ગણના ગણાચાર્ય કહે છે. ગુરુને આદેશ થતાં જે સાધુ કેટલાક સાધુસમૂહને પોતાની સાથે રાખે છે તેને ગણ ધર કહે છે કહ્યું પણ છે-“વિષને ઢ ” ઈત્યાદિ–
જેમને આધીન ગણને અવરછેદ ( વિભાગ, અંશ) હોય છે તેમને ગણછેદક કહે છે. તેઓ ગણુશને લઈને ગચ્છના ઉપષ્ટભને-આધાર માટે પાત્ર આદિ ઉપધિની માર્ગણને નિમિત્તે વિહાર કરે છે. કહ્યું પણ છે કે –
બાદમાવળજ્ઞમાવા” ઈત્યાદિ–
ઉપર્યુક્ત આચાર્ય આદિના પ્રભાવથી જ મેં આ પ્રકારની દિવ્ય દેવધિ, દિવ્ય દેવઘુતિ, અને દિવ્ય દેવાનુભાવ લબ્ધ કર્યો છે. પ્રાપ્ત કર્યો છે. અભિસમન્વાગત કર્યો છે-(તેના પર મારો અધિકાર જમાવ્યો છે. ) તે મારે તેમની પાસે જવું જોઈએ, તે ભગવન્તોને વંદણા કરવી જોઈએ, તેમને નમસ્કાર કરવા જોઈએ, તેમને મારે સત્કાર કરે જોઈએ, સન્માન કરવું જોઈએ, કારણ કે તેઓ મારે માટે કલ્યાણરૂપ છે, મંગળરૂપ છે, દૈવતરૂપ છે, અને ત્યરૂપ-જ્ઞાન
સ્વરૂપ છે. તેથી મારે તેમની વિધિસહિત પપાસના કરવી જોઈએ આ પ્રકા. રની વિચારધારાને કારણે તે અધુને પપન-તત્કાલ ઉત્પન્ન થયેલે દેવ આ મનુષ્યલોકમાં જલદી આવવાને સમર્થ થાય છે.
એ જ વાત સૂત્રકારે અહીં “હુમતિ ” આદિ પદેથી પ્રકટ કરી છે. તે દેવ એવું માને છે કે આ જે મહાવ્યાદ્ધિ આદિની મને પ્રાપ્તિ થઈ છે તે તેમના પ્રભાવથી પ્રાપ્ત થયેલી છે. આ મહાકદ્ધિ આદિ સ્વલ્પકાળમાં રૂપાન્તર પામે એવી નથી–બદલાઈ જાય એવી નથી. એવી આ દેવકની વિમાન, રત્ન આદિરૂપ સંપત્તિ છે અને શરીરાભરણુ આદિની યુતિ છે. અથવા “વિચા વિત્તિઃ” આ પ્રકારની તેની સંસ્કૃત છાયા લેવામાં આવે, “તે દિવ્ય ઈષ્ટ પરિવાર આદિના સંગરૂ૫ દેવયુતિ ” એ પણ તેને અર્થ થાય છે. વળી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
४८