________________
મનુષ્યભવ સંબંધી સનેહ-(જે સનેહને લીધે તે મનુષ્યલોકમાં આવવાની અભિલાષા કરતું હતું,) જ નષ્ટ થઈ જાય છે, અને તેની જગ્યા દેવલેક સંબંધી પ્રેમ લઈ લે છે. આ રીતે દિવ્ય પ્રેમ સંક્રાતિરૂપ આ બીજું કારણ સમજનું. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે-દિવ્ય કામોમાં મૂચ્છભાવ આદિથી થયેલે દેવ તે દિવ્ય કામગોમાં એ તે જકડાઈ જાય છે કે તેના મનમાં એવો વિચાર આવે છે કે હમણુ થોડીવાર તે આ ભેગે જોગવી લઉં, ત્યારબાદ થોડીવારમાં જ મનુષ્યલોકમાં જ ચાલ્યા જઈશ. આ પ્રમાણે તે વિચાર કરે તે જ રહે છે અને વિચારમાં ને વિચારમાં સમય પસાર થતા જ રહે છે. આ રીતે એટલે દીર્ઘકાળ વ્યતીત થઈ જાય છે કે જ્યારે તે મનુષ્યલેકમાં આવવાને પ્રવૃત્ત થાય છે ત્યારે તેને ખબર પડે છે કે જેમને હું મળવા માગું છું તે માતા, પિતા આદિ તે કયારના ય મૃત્યુ પામી ચુકયાં છે. હવે કોને મળવાને માટે ત્યાં જવાનું રહે છે ! આ રીતે અસમાપ્ત કર્તવ્યતારૂપ આ ત્રીજા કારણને લીધે તે અધુનોપપન્ન દેવ મનુષ્યલકમાં આવવાની કામના વાળ હોવા છતાં પણ આવવાને અસમર્થ બને છે.
વૃદ્ધસંપ્રદાય એ છે કે દેવતાઓના એક મહત્તને નાટકમાં આ મનુષ્યલકને બે હજાર વર્ષને કાળ વ્યતીત થઈ જાય છે. તે બે હજાર વર્ષમાં તે અપાયુસંપન્ન તેના માતાપિતા આદિ સગાંસંબંધીઓ પરલોક સિધાવી ગયાં હોય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં અહીં તે કોને મળવા માટે આવે? આ કારણે તે મનુષ્યલેકમાં આવતા નથી.
હવે સૂત્રકાર એ સમજાવે છે કે જે અધુને પપન દેવ દિવ્યકામમાં અમષ્ઠિત, અલુબ્ધ આદિ વિશેષણવાળે હોય છે તે નીચેનાં ત્રણ કારને લીધે આ મનુષ્યલોકમાં આવવાનું ઇચ્છે છે અને જલ્દી આવી પણ શકે છે. (૧) તેને એ વિચાર આવે છે કે મને પ્રતિબંધ કરનારા અને પ્રવજ્યા આદિ દેનારા આચાર્યપરમેષ્ટિ છે, અથવા અનુગાચાર્ય છે, સૂત્રપાઠક ઉપાથાય છે, અને સાધુઓને આચાર્યોપદિષ્ટ વિનય, વૈયાવૃત્ય આદિ કાર્યોમાં પ્રવૃત્ત કરનારા પ્રવર્તકે છે. કહ્યું પણ છે કે-“તારંગજોયું” ઈત્યાદિ.
તથા પ્રવર્તકને પ્રવર્તિત કરનારા-સંયમમાં શિથિલ થયેલા મુનિઓને સંયમમાં સ્થિર કરનાર સ્થવિરે છે. કહ્યું પણ છે-“ધિર શાળા
થે” ઈત્યાદિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
४७