________________
વેદનાનો અનુભવ કરી રહ્યો હોય, તેણે આ ત્રણ વિકૃત દક્તિ ગ્રહણ કરવા યોગ્ય કહી છે. પ્રાસુક પાનને (પીણાને ) વિકૃત કહે છે. તે વિકૃતનો (પ્રાસુક પાનને ) દાતા દ્વારા એકવાર પાત્રમાં નિક્ષેપ થ અને પિતાની વેદનાનું શમન કરવા માટે સાધુ દ્વારા તેને ગ્રહણ કરાવવું તેને વિકૃત દત્તિનું ગ્રહણ કહે છે. તે વિકૃત દત્તિના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યરૂપ ગણ પ્રકાર કહ્યા છે. ઉત્કૃષ્ટ વિકૃતદત્તિ કરતાં હીન વિકૃતદત્તિને મધ્યમ વિકૃતદત્તિ કહે છે, તથા અલ્પ પ્રમાણવાળી જે વિકૃતદત્તિ છે તેને જઘન્ય વિકૃતદત્તિ કહે છે. આ પ્રકારની વિકૃત દક્તિથી તેને નિર્વાહ થઈ જાય છે. અથવા પાનક વિશેષ (વિશિષ્ટ પીણ) ની અપેક્ષાએ પણ તેમાં ઉત્કૃષ્ટતા, મધ્યમતા અને જઘન્યતા સંભવી શકે છે. જેમકે ચેખાની કાંજી, ઓસામણ આદિ રૂપ પાનકની અથવા દ્રાક્ષ, ખજુર આદિના પાનકની દત્તિને ઉત્કૃષ્ટ દક્તિ કહે છે, ષષ્ટિક તદુક આદિને પાનકની મધ્યમ દત્તિ કહે છે. તૃણધાન્યની (જારની) કાંજી આદિ પાનકને તથા ગરમ પાણીની દત્તિને જઘન્ય દત્તિ કહે છે. એ જ પ્રમાણે પાનકમાં ઉત્કૃષ્ટતા આદિ દેશકાળ અને પિતાની રુચિવિશેષની અપેક્ષાએ પણ સંભવી શકે છે, એમ સમજવું જોઈએ ૨
આ ત્રણ કારણથી શ્રમણ નિગ્રંથ સાધર્મિક સાંભેગિકને વિસાંગિક કરતો હોય તે ભગવદજ્ઞાનું ઉલ્લંઘન કરતું નથી–તે ત્રણ કારણે નીચે પ્રમાણે છે-(૧) જાતે જ જેવું, (૨) કોઈ મુનિ પાસે સાંભળવું, અને (૩) મૃષાવાદ આદિની ત્રણવાર આલોચના કરાવ્યા બાદ ચોથીવારના મૃષાવાદ આદિની આલોચના નહીં દેવાથી. જેઓ સમાન ધર્મવાળા હોય છે તેમને સાધર્મિક કહે છે. તથા સમાન સમાચારીવાળા હોવાને કારણે સાધુઓમાં પરસ્પરને જે આહાર, ઉપાધિ આદિનું આદાન પ્રદાન થાય છે તે આદાન પ્રદાનરૂપ વ્યવહારને સંભોગ કહે છે. આ સંજોગ જેમની વચ્ચે ચાલે છે તેને સાંગિક કહે છે. તથા એવા આદાનપ્રદાનરૂપ વ્યવહારને અભાવ હોવો તેનું નામ વિસંગ છે. આ વિસંગ જેની સાથે હોય છે તેને વિસાંગિક કહે છે.
હવે સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે સાધર્મિક સાંગિકને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩૬