________________
નિગ્રન્થોં કા નિરૂપણ
નિર્ગ"ને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર તેમના અનુ છાનનું વર્ણન કરતાં સાત સૂત્રો કહે છે-“તો આચરત્ન પuળાઈત્યાદિ. ત્રણ આત્મરક્ષક કહ્યાં છે–(૧) ધાર્મિક ઉપદેશથી પ્રેરણા દેનાર, (૨) તુષણીક (મૌન રાખનાર) ઉપેક્ષક અને (૩) તે સ્થાનેથી ઉઠીને જાતે જ એકાન્ત સ્થળે ચાલ્યા જનાર. પ્રતિકૂળ ઉપસર્ગકારી પુરુષથી અથવા રાગદ્વેષરૂપી અકૃત્યથી અથવા ભવકૂપથી પિતાની રક્ષા કરનાર જીવને આત્મરક્ષક કહે છે. તે આત્મરક્ષકના ત્રણ પ્રકાર છે-જે નિગ્રંથ ધર્મોપદેશથી અન્યને પ્રેરણા આપે છે એવા ઉપદેણાને પહેલા પ્રકારનો આત્મરક્ષક કહે છે. આ પ્રકારને આત્મરક્ષક પ્રતિકૂળ ઉપસર્ગ કરનારને ઉપદેશ આપીને ઉપસર્ગ કરતે વારે છે. પિતાને પ્રતિકૂળ થઈ પડે એવું આચરણ કરનારની સાથે તે પ્રતિકૂલ આચરણ કરતું નથી, પરંતુ તેને ધાર્મિક ઉપદેશ દે છે. આ રીતે પ્રતિકૂળ પ્રત્યે પણ તે ક્ષમાભાવ રાખે છે- પોતાના અંતઃકરણમાં તેનું અહિત ઈચ્છતું નથી. પ્રતિકૂળ પુરુષનું પણ અશુભ ચિન્તવન નહીં કરીને તે પિતાના આત્માની રક્ષા કરે છે, કારણ કે આ અવસ્થામાં તે તેને અનુકૂળ થઈ જાય છે. તેથી તેના દ્વારા તેના પ્રત્યે અનાચરણીય આચરણ થઈ જતું નથી. જે તે આમ કરવાને અસમર્થ હોય, તે મૌન ધારણ કરે છે. મૌન ધારણ કરવાથી વાતચીતમાં ઉત્તર પ્રત્યુત્તર થતાં નથી, આ રીતે ભાષાસમિતિનું પાલન થઈ જવાથી તે આત્મરક્ષક થઈ જાય છે. જે તે એમ કરવાને પણ અસમર્થ હાય તે તેણે તે સ્થાન છેડી કોઈ એકાન્ત સ્થાને ચાલ્યા જવું જોઈએ આ પ્રમાણે કરવાથી અશુભ સંકલ્પ વિકપની ધારા, તેમના નિમિત્ત રૂપ પ્રતિકૂળ વ્યક્તિ આદિથી દુર જવાથી, અટકી જાય છે. તેથી આ રીતે પણ તે આત્મરક્ષક બની શકે છે.
જે નિર્ગ-(બાહ્ય અને આભ્યન્તર ગ્રથિથી રહિત મુનિ) તૃષ્ણા આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩૫