________________
સૂત્રાર્થ-ત્રણ પ્રકારના પુરુષે કહ્યા છે-(૧) સૂત્રધર, (૨) અર્થ ધર અને (૩) તદુભયધર. નિર્ગથે (સાધુઓ) અને નિર્ચથીઓને ( સાધ્વીઓને) ત્રણ પ્રકારનાં વો લેવાનું અને તેમને ઉપભોગ કરવાનું ક૯પે છે-(૧) જગમિક, (૨) ભાંગિક અને (૩) ક્ષૌમિક. નિર્ચ અને નિર્ચથીઓને ત્રણ પ્રકારનાં પાત્ર કપે છે એટલે કે ત્રણ પ્રકારનાં પાત્ર તેમણે ધારણ કરવા એગ્ય ગણાય છે–(૧) તંબી પાત્ર, (૨) કાષ્ઠ નિર્મિત પાત્ર અને (૩) માટીનાં પાત્ર. એ સીવાયના પ્લાસ્ટીક આદીના પાત્ર કલ્પતા નથી સૂત્રધર કરતાં અર્થ ધરમાં અને અર્થઘર કરતાં તદુભયધરમાં (સૂત્ર અને અર્થ બનેને ધારણ કરનાર) ઉત્તરોત્તર પ્રધાનતા સમજવી. બાહ્ય સમ્મદાનું પ્રતિપાદન કરવા નિમિત્ત સૂત્રકારે “જરૂ” ઈત્યાદિ સૂત્ર કહ્યાં છે. ઘેટા આદિ જંગમ જીવોના વાળમાંથી જે વસ્ત્રો બને છે તેને જાંગમિક વસ્ત્રો કહે છે, જેમકે ઉનની કામળ વગેરે. શણુ, અળસી આદિને કૂટીને તેના રેસામાંથી બનાવેલાં વોને ભાંગિક વસ્ત્રો કહે છે. કપાસમાંથી જે વસ્ત્રો બને છે તેમને ક્ષૌમિક વસ્ત્રો કહે છે જેમકે સૂતરાઉ ચાદર વગેરે. એ જ પ્રમાણે ત્રણ પ્રકારનાં પાત્રોનાં નામે સૂત્રકારે પ્રકટ કરેલા જ છે જે સૂ. ૪૬ છે
વસ્ત્રગ્રહણ કે કારણ કા નિરૂપણ
વસ્ત્ર વિષે વાત કરીને હવે સૂત્રકાર વસ્ત્રગ્રહણ કરવાના કારણેનું નિરૂપણ કરે છે–“તહિં ટાળે િવહ્યું જ્ઞા” ઈત્યાદિ–
નિગ્રંથ અને નિર્ગે થી નીચે દર્શાવેલાં ત્રણ કારણોને લીધે વસ્ત્રો ધારણ કરે છે–(૧) લજજા કે સંયમની રક્ષા કરવાને માટે, (૨) પ્રવચન જુગુપ્સાનું વારણ કરવા માટે અને (૩) શીત આદિ પરીષહોનું નિવારણ કરવા માટે, સૂત્રમાં જે “ી પ્રાચિ, ggણાપ્રચચિ, પરીષદપ્રત્યંચ” આ પ્રમાણે, કહ્યું છે તેનો ભાવાર્થ નીચે પ્રમાણે છે- હી પ્રત્યયિક એટલે લજજા મર્યાદાના રક્ષણ નિમિત્તે જુગુપ્સા પ્રત્યયિક એટલે લેકમાં જુગુપ્સા-ઘણા ન થાય તે કારણે વિકૃતાંગ અથવા નગ્નતા લેકમાં જુગુપ્સા પેદા કરે છે, અને નિન્દા થાય છે તેના નિવારણ નિમિત્તે સાધુએ વસ્ત્ર ધારણ કરે છે. શીત, ઉષ્ણ, દેશમશક આદિ જન્ય પરીષહાના નિવારણ નિમિત્તે પણ નિર્ચ થે વસ્ત્ર ધારણ કરે છે. એ સૂ. ૪૭ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩૪