________________
(કારણ) રૂ૫ હેવાથી જીવના દ્વારા કમને કરણીય કહ્યું છે. એટલે કે જીવ આગામી કાળમાં દુઃખ ભેગવે છે, તેથી તે કમ જીવના દ્વારા કરણય થયું છે, એવું માનવું જોઈએ. જે તે કરણય ન હેત તે જીવ તેને કરત નહીં અને ભવિષ્યકાળમાં તેના ઉદય કાળે તે જીવના દુઃખનું કારણ પણ બનત નહીં. જે તે ભવિષ્યકાળમાં તેના દુઃખનું કારણ બને છે, તે એ માનવું જ જોઈએ કે દુઃખના હેતુભૂત તે કર્મ જીવના દ્વારા કરણીય છે. કરણીય હોવા છતાં પણ જે તે સ્પૃશ્ય નથી-બન્ધાવસ્થાને ચગ્ય નથી–તે તે તેના દુઃખવું કારણ પણ બનતું નથી. પરંતુ જે તે તેના દુખના કારણરૂપ બનતું હોય તે એ વાત પણ માનવી જ જોઈએ કે કરણીય હોવા છતાં પણ તે બન્ધાવસ્થાોગ્ય છે. આ બન્ધાવસ્થાની યોગ્યતા પણ તેમાં જીવના પરિણામાનુસાર કુતક થઈ છે. એજ પ્રમાણે વર્તમાનકાળમાં પણ જે તે કમ બેધ્યમાન છે અને અતીત (ભૂત) કાળમાં તે બદ્ધ થયેલું છે, તે એ વાત કેવી રીતે માની શકાય કે કર્મ અકરણરૂપ છે? આ કથન તે “માતા મે વરદચા પુરુષોને ચર્મવરવાર” મારી મા વધ્યા છે કારણ કે તે પુરુષ સંગ થવા છતાં પણ અગર્ભવતી હવાથી આ કથનના જેવું અસંભવિત છે.
તેથી કર્મમાં કોઈ પણ રીતે કોઈ પણ કાળે અકરણતા સંભવતી નથી. તેથી સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્વ તે કમને બાંધતા રહે છે અને તે કર્મકૃત વેદનાનું-તે કર્મકૃત શુભ અશુભ અનુભૂતિનું-વેદન કરતાં રહે છે, એવું આ જે કથન છે તે સમ્યગ્લાદીઓનું કથન છે. સૂ. ૪૩ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાના ત્રીજા સ્થાનકને બીજો ઉદ્દેશક સમાપ્ત છે ૩-૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨
૯