________________
જીવપદાર્થકા નિરૂપણ
પૃથ્વીકાયિક આદ્ધિ જીવપદાર્થોનું નિરૂપણુ કરીને હવે સૂત્રકાર અજીવ પદાર્થીનું નિરૂપણ કરે છે-“ તેઓ અચ્છેના વત્તા '' ઇત્યાદિ— સૂત્રા – -આ ત્રણ પદાર્થોને અછેદ્ય કહ્યાં છે-(૧) સમય,(૨) પ્રદેશ અને (૩) પરમાણુ એ જ પ્રમાણે આ ત્રણે પદાથૅ અભેદ્ય ૧, અદાહ્ય ૨, અગ્રાહ્ય ૩, અનૌં, ૪ અમધ્ય પ,અને અપ્રદેશ ૬ રૂપ પણ છે. આ ત્રણ પદાને અવિભાજ્ય કહ્યાં છે. સમય, પ્રદેશ અને પરમાણુ અછેદ્ય
ટીકા-જે પદાર્થોનું છેદન કરી શકાતું નથી તે પદાર્થીને કહે છે. અથવા પેાતાની બુદ્ધિથી જેનું છરી આદિ વડે છેદન થઇ શકતુ નથી, તે અચ્છેદ્ય ગણાય છે. એવાં અચ્છેદ્ય પદાર્થોં સમય, પ્રદેશ અને પરમાણુ છે. સમય કાળિવશેષરૂપ હોય છે. પ્રદેશ, ધર્મ, અધમ, આકાશ, જીવ અને પુણેના નિરવયવ અશરૂપ હાય છે, તથા પરમાણુ અતિ સૂક્ષ્મરૂપ હોય છે, તથા તે એ આદિ અણુવાળા સ્કન્ધાના કારણરૂપ હોય છે અને પ્રદેશેાથી રહિત હોય છે. પરમાણુનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે—‘ સત્યેન યુનિવૅન વિ ’’ ઈત્યાદિ. અચ્છેદ્ય સૂત્રનું જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન અભેદ્ય, આદિ વિષયક સૂત્રામાં પણ સમજી લેવું. તેમને વિષે આ પ્રકારને અભિલાપ બનશે “ તો ગમેગ્ગા દળત્તા-ઈત્યાદિ.
એ જ પ્રમાણે અગ્રાહ્ય આદિ વિષયક અભિલાપ પણ સમજી લેવા. સાય આદિથી જેને ભેદી શકાતુ નથી તેને અભેદ્ય કહે છે. અગ્નિ, ક્ષાર આદિ દ્વારા જેને ખાળી શકાતું નથી તેને અહ્વાહ્યા કહે છે. હાથ, સાળુસી આદિ વડે જેને પકડી શકાતું નથી તેને અગ્રાહ્ય કહે છે. અધ ભાગથી જે રહિત હાય છે તેને અનદ્ધ કહે છે. સમયાદિકાના બે ભાગ થઈ શકતા નથી, તેથી તેમને અનન્દ્વ કહ્યા છે. તેમને મધ્ય ભાગ પણ હાતા નથી માટે તેમને અમધ્ય કહ્યા છે. તેમના બે ભાગ થતા નથી, તે કારણે તેમને (સમયાદિકને) અપ્ર દેશરૂપ ( નિરવયવ ) કહ્યા છે. જેના ભાગ ન પડી શકે તેને અવિભાજ્ય કહે છે. તેઓ નિરવયવ હાવાથી જ અવિભાજ્ય અથવા અવિભાગિમ છે. વિભાગમાંથી જે બને છે તેને વિભાગિમ કહે છે. સમયાદિક એવાં વિભાગિમ નહીં હાવાથી તેમને અવિભાગિમ કહેલ છે. સમયાદિ પૂર્વાંકત ત્રણ પદાર્થોં પૂર્વોક્ત વિશેષણાથી સપન્ન છે. ! સૂ. ૪૧ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૩