________________
દુઃખકે સ્વરૂપના નિરૂપણ
પહેલાના સૂત્રમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે ત્રસજી અને સ્થાવર જીવે દુખભીરુ (દુઃખથી ડરનારા) હોય છે. તેથી સૂત્રકાર હવે જીવના દુઃખના સ્વરૂપનું વર્ણન કરે છે “ગો ! ત્તિ મજાવં મહાવીરે ઈત્યાદિ
સૂત્રાર્થ-“હે આર્યો ! ” આ પ્રમાણે સધન કરીને શ્રમણ ભગવાન મહાવીર ગૌતમાદિક શ્રમણ નિગ્ન ને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“હે આયુષ્યન્ત શ્રમણ ! પ્રાણીઓને (જીને) ક ભય હોય છે?”
ત્યારે ગૌતમાદિક શ્રમણ નિગ્રંથ મહાવીર પ્રભુની પાસે આવ્યા. ત્યાં આવીને તેમણે તેમને વંદણું કરી અને નમસ્કાર કર્યા વંદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય! આ અર્થને (વાતો) અમે જાણતા નથી અને અમે એવું દેખ્યું પણ નથી. તે હે દેવાનુપ્રિય ! આ૫ કૃપા કરીને આ વિષય અમને સમજાવે.”
ત્યારે “હે આર્યો !” એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે તેમને આ પ્રમાણે કહ્યું-“હે આયુષ્કા શ્રમણ ! સમસ્ત પ્રાણીઓને મરણાદિને ભય લાગે છે.” ત્યારે ગૌતમાદિ શ્રમણએ તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછે-“હે પ્રભે! તે દુઃખ કોના દ્વારા કરાયું છે? શું જીવના દ્વારા કરાયું છે કે પ્રમાદ દ્વારા કરાયું છે?
મહાવીર પ્રભુને ઉત્તર--“હે ગૌતમ! દુઃખના કારણભૂત તે કર્મ અજ્ઞાનાદિ બન્ધના હેતુભૂત પ્રમાદથી યુક્ત થયેલા જીવ દ્વારા કરાયું હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨