________________
કેમ સંભવ નથી ? તે તેને ઉત્તર એ છે કે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય સિવાયના બાવીશ દંડકના જીવવિશેષને નારકે અને દેવેમાં ઉત્પાદ સંભવી શકતા નથી, તેથી ઉષ્મ અને અધે, આ બે દિશાઓની અપેક્ષાએ તે જીવોમાં ગતિ, આગતિને અભાવ છે. તથા દર્શન, જ્ઞાન, જીવાભિગમ, અછવાભિગમ, ગુણપ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષરૂપ અભિગમને સદૂભાવ એ ત્રણે દિશાઓમાં
જ નથી. ભવ પ્રત્યયા અવધિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારક અને જતિષ્ક તિર્થગવધિવાળાં હોય છે, ભવનપતિ અને વ્યન્તર ઉર્વ અવધિવાળા હોય છે અને વૈમાનિક અધે અવધિવાળા હોય છે. એકેન્દ્રિય અને વિકેન્દ્રિમાં અવધિજ્ઞાન હેતું જ નથી. . સ. ૩૯ છે
ત્રસજીવોંકા ઔર ઉનસે વિપરીત સ્થાવર જીવોં કે સ્વરૂપ કા નિરૂપણ
પૂર્વોક્ત ગતિ આદિ પદને સદ્ભાવ ત્રસજીવમાં જ સંભવી શકે છે. તેથી હવે સૂત્રકાર ત્રસ જીવોનું નિરૂપણ કરે છે અને ત્યારબાદ તેમનાથી વિપરીત એવાં સ્થાવરેનું નિરૂપણ કરે છે-“તિવિદ તણા ઇરાઈત્યાદિ.
સૂત્રાર્થ-ત્રસ જીવનાં ત્રણ પ્રકાર કહ્યાં છે-(૧) તેજસ્કાયિક, (૨) વાયુકાયિક અને (૩) ઉદાર દ્વીન્દ્રિયદિક છે. સ્થાવર જીવના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) પૃથવીકાયિક, (૨) અપ્રકાયિક અને (૩) વનસ્પતિકાયિક. ટીકાર્થ–“જ્ઞાન્તીતિ ત્રા?” આ વ્યુત્પત્તિ અનુસાર જે જીવ ચલન ધર્મવાળા હોય છે, તેમને ત્રસ કહે છે. તેજસ્કાયિક, વાયુકાયિક અને ઉદાર ત્રસના ભેદથી તેમના ત્રણ પ્રકાર છે. તેજસ્કાયિક અને વાયુકાયિક, એ ગતિત્રસ છે, કારણ કે તેઓ ચલન ધર્મવાળા છે. ઉદાર એટલે સ્કૂલ-જે સ્થૂલત્રસ છે, તેમને ઉદારત્રસ કહે છે.
તે ઉદાર ત્રસેના ત્રસ નામકર્મને ઉદય હોય છે. તેમના ઉગ્રવાસ આદિ પ્રાણ વ્યક્ત હોય છે. ત્રસજીવના ગતિવસ અને લબ્ધિત્રસ નામના બે પ્રકાર પડે છે. વાયુકાયિક અને તેજસ્કાયિક જીવોને ત્રસ કહેવાનું કારણ એ છે કે તેઓ ગતિવાળા છે આમ તે તેઓ સ્થાવર જીવે જ છે. દ્વીન્દ્રિયાદિ છે લબ્ધિવસ છે. સ્થાવર જી સ્થિતિશીલ હોય છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પતિકાયિક જી સ્થિતિશીલ હોવાથી તેમને સ્થાવર જ કહે છે. સૂ.૪૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૨