________________
પ્રકાર પરિણામ વિશેષરૂપ હોય છે. તે પરિણામ વિશેષવાળી જે મુક્તાઓ હોય છે તેમને કુંભિક મુક્તાઓ કહે છે. તે પ્રત્યેક કુંભિક મુક્તાદામ ચારે દિશાઓમાં બીજા ચાર ચાર કુંભિક મુક્તાદાથી સુંદર રીતે પરિવેષ્ટિત છે. તે પ્રેક્ષાગૃહ મંડપની આગળ ચાર મણિમય વેદિકાઓ છે. તેમના ઉપર ચાર ચાર ચત્યતૃપ છે, તે પ્રત્યેક ચિત્યરૂપની ચારે દિશામાં ચાર ચાર મણિ પીઠિકા છે, તે મણિપીઠિકાઓ ઉપર ચાર જિનપ્રતિમાઓ ( વિજયશીલ દેવની પ્રતિમાઓ) છે. અહીં “જિન” પત્ર દ્વારા “જિનો વિવે ત્રિપુ” મેદિનીમેષ અનુસાર વિજયશીલ દેવ ગૃહીત થયેલ છે–જિનેન્દ્ર દેવ ગ્રહીત થયા નથી. એટલે કે વિજયશીલ દેવની તે પ્રતિમાઓ છે. તે જિનપ્રતિમાઓ સંપૂર્ણતઃ રત્નમય છે, પદ્માસન યુક્ત છે અને તેમનાં મુખ ચિત્યતૂપ તરફ છે. તે પ્રતિમાઓનાં નામ (૧) ઋષભ, (૨) વર્ધમાન, (૩) ચન્દ્રાનન અને (૪) વારિષેણ છે. તે ચૈત્યસ્તૂપ પાસે ચાર મણિપીઠીકાઓ છે અને તે મણિપીઠિકાઓ ઉપર ચાર ચૈત્યવૃક્ષ છે તેમની આગળ ચાર મણિપીઠિકાએ છે, તેમની ઉપર ચાર મહેન્દ્રવજ છે. તેમની આગળ ચાર નન્દા નામની પુષ્કરણીઓ (વાવ) છે. તે પ્રત્યેક પુષ્કરણની ચારે દિશામાં ચાર વનખંડ છે. પૂર્વ દિશામાં અશેકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, (સપ્તપર્ણ વૃક્ષને સાત પાન હોય છે), પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં આમ્રવન છે. એ સૂ. ૬૭ છે
અંજનક પર્વતકા વર્ણન
અંજની પર્વતનું વર્ણન “તoi ને જે પુસ્વિમિ” ઈત્યાદિ– ટીકાર્થ-આ ચાર અંજની પર્વતેમને જે પૂર્વ દિશામાં આવેલે અંજન પર્વત છે તેનું વિશેષ વર્ણન–તેની ચારે દિશાઓમાં (૧) નત્તરા, (૨) નન્દા, (૩) આનન્દા અને (૪) નક્તિવર્ધન નામની ચાર નન્દા પુષ્કરિણુઓ છે. તેમની લંબાઈ એક લાખ એજન, પહેળાઈ એક પચાસ હજાર જન અને ઊંડાઈ એક હજાર જન કહી છે. પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશાઓમાં ત્રણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨