________________
સંપન્ન આ ચાર વિશેષણે ગ્રહણ કરવા જોઈએ. તે ચાર દ્વાર પર જે ચાર દેવો રહે છે તેમનાં નામ પણ દ્વારેનાં નામાનુસાર છે. એટલે કે વિજય, વિજયન્ત, જયન્ત અને અપરાજિત છે. કહ્યું પણ છે કે “વસ્ટિવમવિયા” ઈત્યાદિ. એક પલ્યોપમની સ્થિતિ છે. તે દેવે સદા સુરગણે અને દેવીઓના પરિવારથી પરિવૃત્ત રહે છે. જે સૂ. ૬૩ છે
જબૂદીપસ્થ અન્તરદ્વીપક નિરૂપણ
આ રીતે જંબુદ્વીપના દ્વારેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર જબૂદ્વીપસ્થ અન્તરદ્વીપોનું નિરૂપણ કરે છે–
“નંગુઠ્ઠી ફી મં ત્રણ” ઈત્યાદિ–
જંબુદ્વિપ નામના દ્વીપમાં સુમેરુ (મન્દર) પર્વતની દક્ષિણ દિશામાં સુદ્રહિમવાનું નામ વર્ષધર પર્વત છે. તેની ચારે દિશાઓમાં લવણ સમુદ્રને ૩૦૦-૩૦૦ એજન પાર કરવાથી ચાર અન્તરદ્વીપ આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) એકેક દ્વીપ, (૨) આભાષિક દ્વીપ, (૩) વૈષાણિક દ્વીપ અને (૪) લાગૂલિક દ્વીપ. તે દ્વીપમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે. જેમ કે. એક ઉચવાળા એકોરુક, આભાષિક, વૈષાણિક અને લાંગલિક તે દ્વીપની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રને ચારસો- ચારસો યાજન અવગાહિત (પાર) કરવાથી બીજા ચાર અન્તરદ્વીપ આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે(૧) હયકર્ણ દ્વીપ, (૨) ગજકર્ણ દ્વીપ, (૩) કર્ણ દ્વિીપ અને (૪) શખુલિકણું ઢી. તે દ્વીપમાં ચાર પ્રકારના મનુષ્યો રહે છે–(૧) હયકર્ણ, (૨) ગજકર્ણ, (૩) કર્ણ અને (૪) શખુલીકર્ણ. તે દ્વીપની ચારે વિદિશાઓમાં, લવણ સમુદ્રને ૫૦૦-૫૦૦ એજન અવગાહિત કરવાથી બીજા ચાર દ્વીપ આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) આદર્શમુખ દ્વિીપ, (૨) મંદ્રમુખ દ્વીપ, (૩) અમુખ દ્વીપ અને (૪) ગોમુખ દ્વીપ. તેમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે–(૧) આદર્શ મુખ, (૨) મેઢ઼મુખ, (૩) અયસમુખ અને (૪) ગોમુખ.
તે દ્વીપની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રને ૬૦૦-૬૦૦ જન અવગાહિત કરવાથી બીજા ચાર અન્તરદ્વીપ આવે છે, તેમનાં નામ આ આ પ્રમાણે છે–(૧) અશ્વમુખ, (૨) હસ્તિમુખ, (૩) સિંહમુખ અને (૪)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨