________________
પર્વતની પૂર્વ દિશામાં વહેતી શીતા નદીના ઉત્તર તટપર ૪, દક્ષિણ તટપર પણ ૪, મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીતેદા નામની મહાનદીના ઉત્તર તટપર ચાર અને દક્ષિણ તટ પર પણ ૪ વક્ષસ્કાર પર્વત છે. મન્દર પર્વતની ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યમાં એક એક એટલે કે ચારે ખૂણાઓમાં કુલ ૪ વક્ષસ્કાર પર્વત છે.
જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્યની અપેક્ષાએ--ન્યૂનાતિન્યૂન સંખ્યામાં ઓછામાં ઓછા ચાર અહંત, ચાર ચક્રવર્તી અને ચાર વાસુદેવ ઉત્પન્ન થયા છે અને ઉત્પન્ન થશે પણ ખરાં, તથા જંબુદ્વીપમાં મન્દર પર્વત પર ભદ્રશાલવન, નન્દનવન, સૌમનસવન અને પંડકવન, એ ચાર વન છે. તેમાંનું ભદ્રશાલવન ભૂતલ પાસે, નન્દનવન અને સૌમનસવન મેખલા યુગલ પર અને પંડકવન શિખર પર છે. અહીં આ પ્રમાણે ગાથાઓ કહી છે–
વાવીરસદા” ઈત્યાદિ.
જંબુદ્વીપના મન્દર પર્વત પર જે પંડકવન છે તેમાં ચાર અભિષેક શિલાઓ છે, જે શિલાઓ પર તિર્થંકરને શુભાભિષેક થાય છે. તે અભિષેક શિલાઓનાં નામ આ પ્રમાણે છે–પાંડુકમ્બલ શિલા આદિ ચાર નામ સૂત્રા. ર્થમાં આપ્યા અનુસાર સમજવા. તે શિલાઓ અનુક્રમે મન્દર પર્વતની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં છે. મન્દર પર્વતના શિખરનું નામ મંદિર ચાલિકા છે. તેના સૌથી ઉપરના ભાગને વિસ્તાર ચાર એજનને છે આ પ્રમાણે જંબુદ્વીપના પદાર્થોનું કથન કરીને હવે સૂત્રકાર ધાતકીખંડ દ્વીપ અને પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધના પદાર્થોનું ચાર સ્થાનને અનુલક્ષીને કથન કરે છે. “gવે વારંવપુરિયન વિ” ઈત્યાદિ–
આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકાર એવું સૂચન કરે છે કે કાળથી લઈને મન્દર ચૂલિકા પર્યન્તનું જેવું કથન જંબુદ્વીપના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ વિષે પણ સમજી લેવું. એટલે કે – "धायइसंडदीवपुरथिमद्धे भरहेरवएसु वासेसु तीयाए उस्सप्पिणीए सुसमસEાર સમા” અહીંથી શરૂ કરીને “મંઝિયાઉં કરિ વારિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૯૮