________________
કથન સમજવું એટલે કે ધાતકીખંડમાં, પુષ્કરવરાર્ધમાં અને તેના પૂર્વ અને પશ્ચિમ વિભાગોમાં પણ ઉપર મુજબનું સમસ્ત કથન થવું જોઈએ.
ટીકાઈ–કૃષિ, વાણિજય આદિ કર્મને જે ભૂમિઓમાં સદ્દભાવ હોય છે, તે ભૂમિઓને કર્મભૂમિઓ કહે છે, પણ જ્યાં તેમને અભાવ છે એવી ભૂમિઓને અકર્મભૂમિ કહે છે. ભરત, હૈમવત, હરિવર્ષ, વિદેહ, રમ્યક, ઐરણ્યવત, અને અરવત, આ સાત ક્ષેત્રમાંથી હૈમવત, હરિવર્ષ અને રમ્યક, આ ત્રણ અકર્મભૂમિક્ષેત્રે છે. આ સાત ક્ષેત્રમાંનું ભરતક્ષેત્ર દક્ષિણમાં અવસ્થિત છે. ભરતની ઉત્તરે હૈમવત, હૈમવતની ઉત્તરે હરિવર્ષ, હરિવર્ષની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્પકની ઉત્તરે ઐરણ્યવત અને અરણ્યવતની ઉત્તરે અરવત ક્ષેત્ર છે. વ્યવહાર સિદ્ધ દિશાના નિયમાનુસાર મેરુ પર્વત સાતે ક્ષેત્રના ઉત્તર ભાગમાં આવેલ છે. અકર્મભૂમિના ચાર ક્ષેત્ર કહ્યાં છે. તેમાં દેવકુરુ અને ઉત્તરકુરુને સમાવેશ નહીં કરવાનું કારણ એ છે કે-તે બંને મહાવિદેહના જ ભાગ છે, પરંતુ તે ભાગમાં પણ યુગલિકેની વસ્તી છે, તેથી સાત ક્ષેત્રોમાં પણ તેમની સ્વતંત્ર રૂપે ગણના કરી નથી. અથવા ચાર સ્થાનને અધિકાર ચાલતું હોવાથી તેમને અહીં ગણાવવામાં આવેલ નથી.
વિકટાપાતી, ગન્હાપાતી આદિ પર્વતે વર્તુલાકારવાળા હોવાથી તેમને વૃતાત્ય પર્વતે કહ્યા છે. તે પ્રત્યેક વૃત્તવૈતાદ્ય પર્વત પર એક એક મહદ્ધિક આદિ વિશેષ
વાળો અને એક એક પલ્યોપમની સ્થિતિવાળો દેવ વસે છે તેમનાં નામ સ્વાતિ, પ્રભાસ, અરુણ અને પદ્મ છે. જંબૂદ્વીપમાં જે મહાવિદેહ ક્ષેત્ર છે, તેમાં પૂર્વ વિદેહ, અપર વિદેહ, દેવકુરુ અને ઉત્તરકુરુ આ ચાર ક્ષેત્ર છે. વિદેહ ક્ષેત્રમાં નિષધ અને નીલ નામના બે પર્વત છે. તે પર્વતેની મદદથી જ ઉત્તર કુરુ અને દેવકુની સીમા નિશ્ચિત થાય છે. આ બંને પર્વતની ઊંચાઈ ચાર
જનની છે તથા ઉદ્દેધ-ભૂમિની અંદર તેમને વિસ્તાર ૪૦૦ ગળ્યુતિપ્રમાણુ કહ્યો છે. અહીં ગબ્યુતિ પદને અર્થ એકકોસ (ગાઉ) થાય છે
જંબુદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા નામની મહાનદીના ઉત્તર તટપર ચિત્રકૂટ આદિ ચાર વક્ષસ્કાર પર્વતે આવેલા છે, અને દક્ષિણ તટપર ચિત્રકૂટ, વૈશ્રવણકૂટ, અંજન અને માતંજન, એ ચાર વક્ષસ્કાર પર્વતે છે. મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીદા મહાનદીના દક્ષિણ તટપર અંકાવતી, પદ્માવતી, આશીવિષ અને સુખાવહ નામના ચાર વક્ષસ્કાર પર્વત છે, તથા ઉત્તર તટપર (૧) ચંદ્ર પર્વત, (૨) સૂર્ય પર્વત, (૩) દેવ પર્વત અને (૪) નાગ પર્વત, એ ચાર વક્ષસ્કાર પર્વત છે. મન્દર પર્વતની ઈશા. નાદિ ચાર વિદિશાઓમાં અનુક્રમે સૌમન, વિધુત્વભ, ગન્ધમાદન અને માલ્ય. વાન, એ ચાર વક્ષસ્કાર પર્વત છે. આ કથનને ભાવાર્થ એ છે કે મન્દર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૯ ૭