________________
પદ્ધતિથી રૂપ, ગંધ, રસ અને સ્પર્શ વિષયક પણ ૬-૬ આલાપક સમજવા. આ રીતે બીજા ૩૦ આલાપક બને છે. આગલા ૯૬ સૂત્રમાં આ ૩૦ સૂત્ર ઉમેરવાથી કુલ ૧૨૬ સૂત્ર બને છે, તેમાં એક સામાન્ય સૂત્ર ઉમેરવાથી કુલ ૧૨૭ સૂત્ર થઈ જાય છે.
પાંચમી સંગ્રહગાથામાં જે “તવ કાળા ચ” આ પ્રકારને પાઠ કહ્યો છે તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે-નીચે કહેલાં ત્રણ સ્થાન શીલરહિત-સામાન્ય રીતે શુભ ભાવવર્જિત, નિવ્રત–ખાસ કરીને પ્રાણાતિપાત આદિની નિવૃત્તિથી રહિત, નિર્ગુણ-ઉત્તરગુણની અપેક્ષાએ ગુણરહિત, નિમર્યાદ-ધર્મમર્યાદા રહિત તથા પૌરુષી (પારસી) આદિના પ્રત્યાખ્યાનથી રહિત અને પર્યાદિનના પિષધ ઉપવાસથી રહિત જીવમાં ગહિત હોય છે. તે ત્રણે સ્થાન નીચે પ્રમાણે છે– (૧) ઈહલેક, (૨) ઉ૫પાત અને (૩) આયાતિ. જે પર્યાયમાં એવા છે જન્મ લીધે હેય છે, તે પર્યાય ગહિત હેાય છે, કારણ કે વ્રતનિયમ આદિથી રહિત હોવાને લીધે તેની તે પર્યાય પાપવૃત્તિથી યુક્ત હોય છે, તેથી તે વિશિષ્ટજને દ્વારા નિદાને પાત્ર બને છે. અહીં ઉપપાત શબ્દ દ્વારા આગામી ભવગ્રહણ કરાવે છે. મૃત્યુ બાદ પાપાત્માઓને નરકાદિ ગતિની પ્રાપ્તિ થાય છે. તેથી તેને આગામી ભવ પણ ગર્ડ (નિન્દા) ને પાત્ર બને છે. એ જ પ્રમાણે એ જીવ જ્યારે નરકાદિ ગતિમાંથી નીકળે છે, ત્યારે કુમાનુષત્વ અથવા તિર્યંચગતિ પ્રાપ્ત કરે છે. તેથી તેની આયતિ પણ ગહિત (નિન્દાને પાત્ર) હોય છે. પરંતુ જે જ શીલાદિથી યુક્ત હોય છે તેમને ઈલેક, ઉપપત અને આયતિ પ્રશસ્ય હોય છે, કારણ કે તે વતનિયમ આદિથી યુકત રહે છે આ રીતે પવિત્ર પ્રવૃત્તિવાળા તે જીવને આ જન્મ પણ પ્રશંસાને પાત્ર બને છે, મરણ થયા પછી વૈમાનિક આદિમાં તેને ઉપપાત થાય છે, તેથી તેને ઉપપાત પણ પ્રશંસનીય બને છે. વળી ત્યાંથી રવીને તે સુમાનવતની પ્રાપ્તિ કરે છે, તેથી તેની આયતિ પણ પ્રશંસનીય બને છે. સૂ. ૩૭
ઉપર્યુંકત સ્થાનેને સદ્ભાવ ગહિંત અને પ્રશસ્ત સંસારી જીવમાં જ હોય છે, તેથી સૂત્રકાર સંસારી જીની પ્રરૂપણા પૂર્વક સર્વ જીવોની પ્રરૂપણ સાત સૂત્રો દ્વારા કરે છે–સિવિદ્દા સંસારનવન્ના નીતા” ઈત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૬