________________
કહે છે. ત્રીજુ એકક પર્યાયની અપેક્ષાએ થાય છે, કારણ કે પર્યાય સામાન્યની અપેક્ષાએ સમસ્ત પર્યાય એક છે, તેથી તે એકને પર્યાયેકક કહે છે. તથા ચોથે એકક સંગ્રહ (સમૂડ) ની અપેક્ષાએ થાય છે, તેથી તેને સંગ્રહેકક કહે છે. જો કે સની અપેક્ષાએ “સદૈક’ આ રૂપે એક જ હોઈ શકે છે, પરંતુ અહીં ચાર સ્થાનનું પ્રકરણ ચાલતું હોવાથી તેને ગ્રહણ કરેલ નથી
” ઈત્યાદિ – કતિ” શબ્દ હંમેશા બહુવચનમાં વપરાય છે. તે સંખ્યા અને પરિણામ વિષયક પ્રશ્ન સબંધી પદાર્થને વાચક હોય છે. અહીં સામાન્ય રૂપે તેને પ્રવેગ થયેલ હોવાથી તેને નપુંસકલિંગ (નાન્યતર જાતિ) માં વાપરવામાં આવેલ છે–આમ તે કતિ પદ વ્યાકરણમાં પુર્લિંગ (નર જાતિ) નું કહ્યું છે તે કતિ (બહુ) ચાર પ્રકારના કહ્યા છે–(૧) દ્રવ્ય કતિ, (૨) માતૃકા કતિ, (૩) પર્યાય કતિ, (૪) સંગ્રહ કતિ દ્રવ્યરૂપ જે કતિ શબ્દ છે તેને દ્રવ્યકતિ કહે છે. જેમકે “#તિ વ્યાળિ” અહીં દ્રવ્યને જ કતિરૂપ માની લેવામાં આવેલ છે અથવા દ્રવ્યનું પ્રતિપાદન કરનારે જે કતિ શબ્દ છે તેનું નામ દ્રવ્યકતિ છે. એ જ પ્રમાણે માતૃકા આદિ પદમાં પણ સમજી લેવું.
વિશેષ–શાલિ, જવ, ઘઉં આદિ અહીં સંગ્રહ શબ્દથી ગૃહીત થયેલ છે. એ સંગ્રહરૂપ જે કતિ છે તેને “સંગ્રહ કતિ ” કહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કતિ શબ્દ બહુવચન નું પદ હોવાથી બહત્વદર્શક હોય છે. દ્રમાં અનેકતા હોવાથી તેમની જ બહુતાના સાધમ્ય વાચક કતિ શબ્દને કહેવામાં આવ્યું છે. એ જ પ્રમાણે માતૃકા પદોમાં (વર્ણાક્ષરોમાં) પણ અનેકતાને સદ્દભાવ હોવાથી તેમને પણ કતિ (બ) માની લેવામાં આવેલ છે. પર્યાને પણ એ જ કારણે કતિરૂપ માનવામાં આવેલ છે. તથા સંગ્રહ સમુદાય પણ ભિન્ન ભિન્ન હોય છે, તેથી અનેકતાના સાધમ્યથી સંગ્રહ રૂપ સમુદાયને પણ કતિ રૂપ માની લેવામાં આવે છે.
વત્તારિ સગા- સર્વ પણ ચાર પ્રકારના કહ્યા છે–(૧) નામ સર્વક, (૨) સ્થાપના સર્વક, (૩) આદેશ સર્વક અને (૪) નિરવશેષ સર્વક નામરૂપ જે સર્વ છે તેને નામસર્વક કહે છે. એટલે કે “ સવ' એવું જે નામ છે, તે નામસર્વક છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે—લોકવ્યવહાર ચલાવવા માટે સચેતનાદિ વસ્તુનું “a એવું નામ રાખવામાં આવે છે તેને નામ સર્વક કહે છે. “ચાં રાજai aઈમ્ ” આ કથનને પણ એ જ ભાવ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨