________________
પ્રકારની માયાવાળે જીવ જે મૃત્યુ પામે છે તે તિર્યગતિમાં ઉત્પન્ન થાય છે. ત્રીજા પ્રકારની માયામાં પ્રવિષ્ટ થયેલે જીવ જે મરણ પામે છે તે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે અને ચેથા પ્રકારની માયામાં પ્રવિષ્ટ થયેલે જીવ જે મરણ પામે છે, તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
“વારિ ઘરથા” ઈત્યાદિ–
વસ્ત્રના ચાર પ્રકાર કહ્યાં છે તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) કૃમિ રાગથી (રંગથી ) રંગેલું વસ્ત્ર, (૨) કર્દમ રાગથી રંગેલું વસ્ત્ર, (૩) ખંજન રાગથી રંગેલું વસ્ત્ર અને (૪) હલ્દી-હળદર રંગથી રંગેલું વસ્ત્ર.
કુમિરાગ સૂત્રના વિષયમાં એવી જનશ્રુતિ (દંતકથા) પ્રચલિત છે કે કઈ એક દેશમાં મનુષ્ય આદિનું લોહી લઈને તેમાં કઈ એક પદાર્થનું મિશ્રણ કરીને તેને કોઈ પાત્રમાં રાખી મૂકવામાં આવે છે. તેની અંદર ધીમે ધીમે કૃમીઓ ઉત્પન્ન થવા માંડે છે. તેઓ જ્યારે પવનાભિલાષી થઈને છિદ્રો દ્વારા બહાર નીકળી આવે છે ત્યારે તેની આસપાસ જ ભમ્યા કરે છે અને પિતાની લાળ તેના પર છોડવા માંડે છે. આ લાળ તે છિદ્રો પર જામી જાય છે. તેને ત્યારબાદ એકઠી કરી લેવામાં આવે છે. એવા કૃમી રંગથી રંગેલા વસ્ત્રને કૃમિ રાગવાળું વસ્ત્ર કહે છે. આ વસ્ત્ર લાલ રંગવાળા કૃમીઓના લાળરસ વડે રચેલું હોવાથી સ્વાભાવિક રીતે જ લાલ હોય છે. (૨) કેઇ એક વસ્ત્ર એવું હોય છે કે જે કર્દમ રાગથી રક્ત ધૂળથી ખરડાયેલું હોય છે. ગાય આદિ પ્રાણીઓ જે માર્ગેથી પસાર થતાં હોય છે તે માગીને જે પંક એટલે કે કાદવ છે તેને અહીં કર્દમ પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ કર્દમને જે રંજક રસ છે તેનું નામ કર્દમ રાગ છે, તેનાથી રંગાયેલા વસ્ત્રને કર્દમ રાગ રક્ત વસ્ત્ર કહે છે. (૩) કેઈ એક વાર એવું હોય છે કે જે ખંજન રાગથી રક્ત હોય છે. ખંજન એટલે કાજળ. તે કાજળના રંગથી રંગેલા વસ્ત્રને ખંજન રાગ રક્ત વસ્ત્ર કહે છે. (૪) કોઈ એક વસ્ત્ર એવું હોય છે કે જે હળદરના રંગથી રંગેલું હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૭૮