________________
તિનિશ વૃક્ષને વજુલ પણ કહે છે. તેની લતા મૃદ્ધી અતિ કેમળ હોય છે, તેથી તે જલદી નમી જાય એવી હોય છે. શેલનિર્મિત સ્તંભ સમાન માનવાળે જીવ મરીને નરકગતિમાં, અસ્થિનિર્મિત સ્તંભ સમાન માનવાળે મનુષ્ય મરીને તિર્યગ્ર ગતિમાં, કાષ્ઠ નિર્મિત સ્તંભ સમાન માનવાળે પુરુષ મરીને મનુષ્ય ગતિમાં અને તિનિશ વૃક્ષલતા નિર્મિત સ્તંભ સમાન માનવાળો પુરુષ મરીને દેવગતિમાં જાય છે. બાકીનું સમસ્ત કથન કોદયવર્તી જીવફલ સૂત્ર અનુસાર સમજવું. “વત્તા વાણિ” ઈત્યાદિ–
ચાર પ્રકારની વક વસ્તુઓ કહી છે. અહીં “શેરા” પદ સામાન્ય રૂપે વકતાનું વાચક છે. તેના દ્વારા અહીં વક વસ્તુઓ ગ્રહણ કરવામાં આવી છે, અથવા કરંડકને-ટોપલીને બનાવવામાં જે વાંસની ચીપે વપરાય છે તેમને અહીં “વતાકેતન” પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. ચાર પ્રકારની વક વસ્તુઓ કહી છે જેમકે (૧) વંશીમૂલકેતન ( વાંસની જડરૂપ વકતા ) (૨) મે વિષાણ કેતન (ઘેટાના સીંગ સમાન વકતા ) (૩) ગેમૂત્રિકા કેતન (ગેમત્રની રેખા રૂ૫ વકતા) (૪) અવલેખનિકા કેતન ( વાંસની સળીઓને છેલતી વખતે તેને જે છેલ પડે છે. તે વક જ હોય છે. એવી તે વક્રતાને અવલેખનિકા કેતન કહે છે. આ કેતનના જેવા ચાર પ્રકાર કહ્યા છે, એવા જ ચાર પ્રકાર માયારૂપ કષાય વિશેષના પણ કહ્યા છે.
(૧) “વાંસમૂલ કેતન સમાન માયા”—વાંસને મૂળ ભાગ ખૂબ જ અનાર્જવતાવાળા હોય છે. તે કારણે તે અતિગુપ્ત વક્રતાવાળે હોય છે, તેથી તેની વક્રતાની ખબર પણ પડતી નથી. એ જ પ્રમાણે માયાવી પુરુષની માયાને જાણી શકાતી નથી એવી તે વક-વક માયાને વાંસમૂલ કેતન જેવી કહી છે. (૨) “ મેષ વિષાણ કેતન સમાન માયા”—જે માયા કેવળ વક્ર જ હોય છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) “ગોમૂત્રિકા કેતન સમાન માયા” જે માયા અલ્પ વક્રતાવાળી હોય છે તેને મૂત્રિકા કેતન સમાન માયા કહે છે. (૪) “ અવલેખનિકા કેતન સમાન માયા –આ માયા અલપતર વક્રતાવાળી હોય છે. અનતાનુબંધી માયાને વાંસમૂલ કેતન સમાન, અપ્રત્યા
ખ્યાન સંબંધી માયાને મેષ વિષાણુ કેતન સમાન, પ્રાયાખ્યાન કષાય સંબંધી માયાને ગોમૂત્રિકા કેતન સમાન અને સંજવલન કષાય સંબંધી માયાને અવ. લેખનિકા કેતન સમાન કહી છે. કેઈ કેઈ સિદ્ધાંતકારે એવું કહે છે કે પ્રત્યેક માયા અનન્તાનુબન્ધી આદિ રૂપ છે. તેથી અનન્તાનુબધિની માયાના ઉદયમાં પણ દેવત્વ આદિને સદ્દભાવ સંભવી શકે છે. “વંશીમૂર્ચતર સમા મા” વાંસનામૂલ કેતન સમાન માયામાં પ્રવિષ્ટ થયેલ જીવ (માયાના ઉદયવાળો છવ) જે મૃત્યુ પામે છે, તે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. બીજા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨ ૭૭