________________
ગતિમાં ઉત્પન્ન થાય છે. અપ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ થયેલે જીવ જો મરી જાય તાતિયગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ થયેલે જીવ જો મૃત્યુ પામે તે મનુષ્યાદિમાં ઉત્પન્ન થાય છે. સંજવલન ક્રાધમાં પ્રવિષ્ટ થયેàા જીવ જે મૃત્યુ પામે તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. અહીં રાજિ’ પદ રેખાનું વાચક છે. જેમ પર્વત પર ઉત્કીણુ થયેલી રેખા લાંખા સમય સુધી નષ્ટ થતી નથી, એ જ પ્રમાણે જે ક્રોધ દૃઢાનુખન્ધવાળા હાય છે, તે જલ્દી શાન્ત થતા નથી, પણુ દીર્ઘકાળ પન્ત સ્થાયી રહે છે, દીધ' સ`સારનું કારણ બને છે, તે કારણે એવા ક્રોધને શૈલરેખા સમાન કહ્યો છે. ખીજા કેાધને ( અપ્રત્યાખ્યાની ક્રોધને ) પૃથ્વી પર કરેલી રેખાસમાન કહ્યો છે, કારણ કે પૃથ્વી પર કરવામાં આવેલી રેખા શૈલરેખા જેટલા દીર્ઘકાળ પર્યંત ટકી શકતી નથી-તેને ધીરે ધીરે અલ્પ પ્રયાસથી પશુ નષ્ટ કરી શકાય છે. એ જ પ્રમાણે અપ્રત્યાખ્યાની ક્રોધ પણ હીનાનુબન્ધવાળા હાવાને કારણે દૂર કરી શકાય એવા હાય છે. ત્રીજા પ્રકારના કોષ રતીપર કરેલી રેખા સમાન હાય છે. જેમ ચૈતીપર કરેલી રેખા પૃથ્વીપર કરેલી રેખા કરતા હીનતર હાય છે. અધિક સમય સુધી સ્થાયી રહે એવી હાતી નથી, અકસ્માત કોઇ વાયુ આદિને ઝપાટો આવે તેા પણ તે નષ્ટ થઈ જાય એવી હોય છે, એ જ પ્રમાણે પ્રત્યાખ્યાની ક્રોધ પણુ હીનતરાનુબન્ધવાળા હોવાથી શીઘ્ર દૂર કરી શકાય એવા છે, તેથી તેને વાલુકારાજિ સમાન કહ્યો છે. 'જવલન ક્રોધને જલરેખા સમાન કહેવાનું કારણ નીચે પ્રમાણે છે—
આ ક્રોધ પેાતાની જાતે જ શાન્ત થઈ જાય છે-તેને દૂર કરવાના પ્રયાસ કરવા પડતા નથી. જલરેખા વાલુકારેખા કરતાં પણ હીનતમ-હલકી હાય છે. તે કારણે તે હીનત્તમ અનુમધવાળી ડાય છે. આ કારણે શૈલગત રેખા જેવા ક્રોધને અનન્તાનુખન્ધી સ્વરૂપ, પૃથ્વીગત રેખા સમાન ક્રોધને અપ્રત્યાખ્યાત રૂપ,
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૭૫