________________
મત્તા જરૂદિવા” ઈત્યાદિ–ભક્ત કથાના પણ ચાર પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે-(૧) ભક્તના આવા ની કથા, (૨) ભક્તના નિર્વાપની કથા, (૩) ભક્તના આરમ્ભની કથા અને (૪) ભક્તના નિષ્ઠાનની કથા.
ભક્તના આવાની કથા”—શાક, ધી આદિનું નામ “આવાપ” છે. અમુક ભોજનમાં આટલાં શાક, આટલા તાદિ ઉપયોગમાં લીધાં હતાં, આ પ્રકારની ભેજનના વિષયમાં જે વાત કરવામાં આવે છે, તેને ભજનના આવા૫ની કથા કહે છે.
(૨) ભેજનના નિર્વાપની કથા”—પકવા૫કવ આહારને નિર્વાપ કહે છે. અમુક ભોજન સમારંભમાં આટલા પકવાન્ન અને આટલાં અપકવાન્ન ઉપયોગમાં લેવાય છે અથવા લેવામાં આવ્યા હતા, આ પ્રકારની કથાને આ બીજા ભેદમાં મૂકી શકાય છે.
(3) ભજનના આરંભની કથા–ભજનના વિષયમાં અગ્નિ આદિના આરંભની વાત કરવી તેનું નામ આરંભની કથા છે. જેમકે શીરો આદિ વસ્તુઓ આટલી અગ્નિના તાપથી સારી બને છે-ઓછાં તાપથી સારી બનતી નથી, આ પ્રકારની કથાને ત્રીજા ભેદમાં ગણાવી શકાય છે
ભજનના નિષ્ઠાનની કથા–શત, સહસ્ત્ર આદિ દ્રવ્યનું નામ નિષ્ઠાન છે. અમુક ભેજનમાં આટલું દ્રવ્ય ખર્ચ કરવામાં આવે, તે જ તે ભેજન સારું બને છે, અથવા અમુક માણસે અમુક ભેજન સમારંભમાં આટલું દ્રવ્ય વાપર્ય", આ પ્રકારની કથાને આ ચોથા ભેદમાં મૂકી શકાય છે.
આ ભક્તકથામાં આટલા દેષ છે-“મારામંત ”િ ઈત્યાદિ.
“રેવ રશ્વિ” પત્યિાદિ—મગધ દેશની કથા કરવી તેનું નામ દેશકથા છે. દેશકથાના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) દેશ વિધિ સ્થા, (૨) દેશ વિકલ્પ કથા, (૩) દેશ છન્દ કથા, અને (૪) દેશ નેપથ્ય કથા.
(૧) મગધ આદિ દેશમાં ભેજન, મણિમય ભૂમિ આદિનું નિર્માણ સારું થાય છે કે શું થાય છે, એવી જે વાત કરાય છે તેને દેશ વિધિ કથા કહે છે. (૨) મગધ આદિ દેશમાં અનાજ વગેરેના ઉત્પાદનની કથા તથા કૂવા, વાવ, તળાવ, ભવન આદિના નિર્માણની કથાને દેશ વિકલ્થ કથા કહે છે. (૩) દેશાદિની અપેક્ષાએ ગમ્ય–અગમ્ય આદિની કથા કરવી તેનું નામ દેશ છેદ કથા છે. “ગમ્ય” એટલે સેવનીય અને “અગમ્ય ” એટલે અસેવનીય. જેમકે “ લાટાદિ દેશમાં મામાની દીકરી ગમ્ય (સેવનીય) હોય છે, અને અન્ય દેશોમાં મામાની દીકરી અગમ્ય હોય છે, ” આ પ્રકારની કથાને દેશછન્દ કથા કહે છે. (૪) અમુક દેશમાં સ્ત્રી-પુરુષની વેષભૂષા આ પ્રકારની હોય છે, ” આ પ્રકારની કોઈ દેશના સ્ત્રીપુરુષના સ્વાભાવિક વેષભૂષાની કથાને દેશ નેપથ્ય કથા કહે છે. આ દેશકથાના દે આ ગાથામાં પ્રકટ કર્યા છે. “ રાજવોકુw ? ઈત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२४८