________________
રાય વદિવા” ઈત્યાદિ–રાજકથા ચાર પ્રકારની કહી છે-(૧). રાજાની અતિયાન કથા, (૨) રાજાની નિર્માણ કથા, (૩) રાજાની બલવાહન કથા, (૪) રાજાની કેષ્ટાગાર કષ કથા. (૧) રાજાના નગર પ્રવેશ વિષયક કથાને “ રાજાની અતિયાન કથા” કહે છે. (૨) રાજા નગરની બહાર વિજયાદિ નિમિત્તે જે પ્રયાણ કરે છે તેની કથાને “રાજાની નિર્માણ કથા ” કહે છે. (૩) રાજાના સિન્ય, હાથી, ઘેડા આદિ વાહન અથવા બન્નેની (બલ વાહનની) કથા કરવી તેનું નામ “બલવાહન કથા” છે. (૪) રાજાના સુવર્ણાદિ કષની ધાન્ય ભંડારની કથાને “કેષ્ટાગાર કેષ કથા ” કહે છે. અહીં ચારક (ચાર) આદિ શંકારૂપ અનેક દોષ હોય છે. કહ્યું પણ છે કે
“ચિસ્થ મરે ગોરો” ઈત્યાદિ
“ધમ રન્ના ” ઈત્યાદિ-ધર્મકથા ચાર પ્રકારની કહી છે. ભવસાગરમાં ડૂબતા અને જે નૌકાની જેમ પાર કરાવી દે છે-શુભ સ્થાનમાં પહોંચાડી દે છે, તેનું નામ ધર્મ છે. તે ધર્મ વિષયક જે કથા છે તેને ધર્મ. કથા કહે છે. એટલે કે ભગવાનની દેશના રૂપ જે વાક્યપ્રબળ્યું છે, તેને ધમ કથા કહે છે. અથવા શુભાશુભ કર્મના વિપક ફળનું ઉપદર્શન કરાવનારી જે કથા છે તેને ધર્મકથા કહે છે. તેના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણ, (૩) સંવેદની અને (૪) નિવેદની.
જે કથા દ્વારા શ્રોતાના આત્માને મેહથી દૂર કરીને તત્વ પ્રત્યે અથવા ચારિત્ર પ્રત્યે આકૃષ્ટ કરવામાં આવે છે તે કથાને આક્ષેપણી કથા કહે છે. કહ્યું પણ છે કે “જાગ્રસ્ત સાથે શ્રોતાઈત્યાદિ
“વિક્ષેપણી ” સમ્યગ્વાદ ગુણના ઉત્કર્ષના પ્રદર્શનથી શ્રોતા જે કથા દ્વારા મિથ્યાવાદને ત્યાગ કરી નાખે છે, તે કથાને વિક્ષેપણી કથા કહે છે. કહ્યું પણ છે કે “સભ્યશાળ રેંજ” ઈત્યાદિ
જે કથા શ્રોતાને સંસારની અસારતા બતાવીને તેને મેક્ષાભિલાષી બનાવે છે, તે કથાને સંવેદની કથા કહે છે. કહ્યું પણ છે કે “ગયા વનમાઝેન ઇત્યાદિ--
જે કથા શ્રોતાના વિષયાનુરાગને વંસ ( નાશ) કરીને, તે વિષયથી તેને વિરક્ત કરી નાખે છે, એવી કથાને “નિવેદિની કથા કહે છે. કહ્યું: પણ છે કે-“ચર માત્રેન ” ઈત્યાદિ--
ગાવળી જ જરિણા ઈત્યાદિ. આક્ષેપણું કથાના નીચે પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૪૯