________________
છે, તથા શરીરાકૃતિ અને શીલ સ્વભાવની અપેક્ષાએ સંકીર્ણ હોય છે, ભદ્ર, મન્દ અને મૃગના સ્વભાવ સાથે જેને સ્વભાવ મળતો આવે છે, એવા હાથીને
સંકીર્ણ ગજ' કહે છે. ભદ્ર હાથી શરદ ઋતુમાં મદેન્મત્ત થાય છે, મન્દ હાથી વસન્તમાં, મૃગ હાથી હેમન્તમાં અને સંકીર્ણ હાથી છએ ઋતુમાં મદેન્મત્ત થાય છે.
“હિ જ મરો, ઈત્યાદિ ભદ્ર હાથી પોતાના દંતશૂળથી, મન્દ હાથી પિતાની સૂંઢથી, મૃગ હાથી શરીર અને અધરેષથી અને સંકીર્ણ હાથી પિતાના સમસ્ત અંગોથી પ્રહાર કરે છે. સૂ૪૩ છે
વિકથાકે સ્વરૂપકા નિરૂપણ
સંકીર્ણ-સંકીર્ણમના ” આ સૂત્રપાઠ દ્વારા મનનું સ્વરૂપ પ્રકટ કર્યું છે. હવે સૂત્રકાર વચનનું સ્વરૂપ પ્રકટ કરવા નિમિત્તે વિકથા-કથાનું સ્વરૂપ પ્રકટ કરે છે. “વાર વિજa guત્તાગોઈત્યાદિ–
ટીકાથ–ચાર વિકથાઓ કહી છે–(૧) સ્ત્રીથા, (૨) ભક્તકથા, (૩) દેશકથા અને (૪) રાજકથા. આ ચારે પ્રકારની કથાઓ સંયમના પાલનમાં બાધકરૂપ હેવાને કારણે તેમને વિકથાઓ કહી છે. સ્ત્રીઓ વિષે વાત કરવી અથવા સ્ત્રીઓ વચ્ચે બેસીને વાત કરવી તેનું નામ સ્ત્રીકથા છે. સ્ત્રીકથાને વિકથા કહેવાનું કારણ એ છે કે તે સંયમની પરિપથી (વિપક્ષભૂત) છે. “ભક્તી’ એટલે જન-જન સંબંધી વાતને ભક્તકથા કહે છે. દેશ વિષેની કથાને અને રાજા વિષેની કથાને રાજકથા કહે છે. “ફરિય% વદિવા” ઈત્યાતિ. સ્ત્રીકથા ચાર પ્રકારની કહી છે–(૧) સ્ત્રીઓની જાતિની કથા, (૨) સ્ત્રીઓના કુળની કથા, (૩) સ્ત્રીઓના રૂપની કથા અને (૪) સ્ત્રીઓના નેપથ્યની કથા.
બ્રાહ્મણ આદિ એક જાતિની સ્ત્રીની પ્રશંસા અથવા નિન્દા કરવી તેનું નામ સ્ત્રીવિષયક જાતિકથા છે. ઉત્તમ અથવા નીચ કુળની વાત કરીને કોઈ કુળમાં જન્મેલી સ્ત્રીની પ્રશંસા કરવી અને કેઈ કુળમાં જન્મેલી સ્ત્રીની નિન્દા કરવી, તેને વિષયક કુળકથા કહે છે. સ્ત્રીના રૂપની પ્રશંસા અથવા નિન્દા કરવી તેનું નામ રૂપકથા છે. (૪) મહારાષ્ટ્રિય આદિ સ્ત્રીઓની વેષભૂષાની પ્રશંસા કરવી અને કેઈ બીજી સ્ત્રીના વેષની નિન્દા કરવી તેનું નામ નેપથ્ય કથા છે. સ્ત્રીકથામાં જે દે છે તે આ ગાથામાં પ્રકટ કર્યા છે–
નાર પરમોડુતi ” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२४७