________________
છે. દાનિક સૂત્રમાં તેને આ પ્રમાણે અર્થ ઘટાવી શકાય-કેટલાક માણસે એવાં હોય છે કે જેઓ જાતિ અને આકારની અપેક્ષાએ પણ પ્રશસ્ત હોય છે અને ધીર મનવાળા હોય છે, એવાં માણસને “ભદ્ર-ભદ્રમનવાળા” કહે છે.
બીજા ભાંગાને ભાવાર્થ—કેટલાક માણસો મન્દીભૂત ચિત્તવાળા ( ધૈર્ય આદિ ગુણેથી રહિત) હોય છે, તેમને મન્દ મનવાળા કહે છે, એવા મનુષ્ય અત્યન્ત ધીર હેતા નથી. જે માણસનું મન મૃગના જેવું ભીરુ અને ચંચળ હોય છે એવા માણસને મૃગમના કહેવામાં આવે છે. એ મનુષ્ય ડરપોક અને ચંચળ વૃત્તિવાળો હોય છે. આ રીતે મનુષ્યમાં આ દષ્ટાન્તની સાધન મ્યતા ઘટાવી શકાય છે. જે માણસનું મન ભદ્રાદિક લક્ષણેથી થોડા થોડા પ્રમાણમાં યુક્ત હોય છે તે માણસને “સંકીર્ણ મનવાળે' કહે છે. એટલે કે જે વિચિત્ર મનવાળો હોય છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે. આ ભદ્રાદિકના કથિત લક્ષણો અનુસાર પુરુષમાં પ્રશસ્તતા અને અપ્રશસ્તતા સમજવી. ભદ્રાદિકનાં લક્ષણ ચાર ગાથા દ્વારા આ પ્રમાણે કહ્યા છે– ભદ્રલક્ષણ-“મષrટા” ઈત્યાદિ–જેનાં નેત્ર મધુગુટિકા સમાન પીળા વર્ણના હોય છે, સ્કૂલ, સૂક્ષમ અને સૂક્ષ્મતર રૂપે જેની પૂછડી દીવ, દીર્ઘતર તથા સુંદરતાભરી હોય છે, તથા જેનાં સમસ્ત અંગ સપ્રમાણ હોય છે એવા હાથીને ભદ્રગજ કહે છે.
મન્ટ લક્ષણ-“ચઢવ ” ઈત્યાદિ–ઘણાં ચંચળ અને જાડા વાળથી યુક્ત ત્વચાવાળા, વિશાળ કુમ્મસ્થળવાળા, જેની પૂંછડીને મૂળ ભાગ સ્થૂલ હોય એવા, જેનાં નખ, દાંત અને વાળ સ્થૂલ હોય એ, અને સિંહના સમાન ત–રક્તવાળી આંખેવાળ જે હાથી હોય છે તેને મન્દગજ' કહે છે.
મૃગ લક્ષણ-“તનુ”-ઈત્યાદિ જેનું શરીર પાતળું હોય છે, જેને કંઠ કૃશ હોય છે, જેની ત્વચા પાતળી હોય છે, જેનાં દાંત, નખ અને વાળ પાતળા (કૃશ) હોય છે, જે સ્વભાવે ભીરુ (ડરપોક) હોય છે, ત્રસ્ત–ભયને કારણે જે જલદી ડરી જાય છે-એટલે કે ભયને કારણે જેના કાન સ્તબ્ધ (સ્થિર) થઈ જાય છે, જે પોતાના કાને સ્તબ્ધ સ્થિર કરવાના લક્ષણોથી યુક્ત હોય છે, જે કષ્ટ વિચારણા આદિમાં ઉદ્વેગયુક્ત થઈ જાય છે તથા જે ત્રાસી (વ્યસન ગુણથી યુક્ત) હોય છે એવા હાથીને મૃગગજ (મૃગ સમાન ગજ) કહે છે.
સંકીર્ણ લક્ષણ-“guઉં” ઈત્યાદિ-જે હાથીમાં ભદ્ર, મન્દ અને મૃગગજના ચેડાં થોડાં લક્ષણને સદ્દભાવ હોય છે, એટલે કે જે ભદ્રાદિ હાથીઓના મન્તત્વ આદિ ગુણેને થોડા થોડા પ્રમાણમાં ધારણ કરનારો હેય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૪૬