________________
પરિવેષ્ટિત પણ હોય છે અને બંધ દ્વારવાળી પણ હોય છે, તેમ કઈ સ્ત્રી એવી હોય છે કે જે પરિવાર આદિથી વેષ્ટિત હોય છે, અથવા ઘરની અંદર રહે છે, અથવા સુંદર સુંદર વસ્ત્રોથી આચ્છાદિત રહે છે અથવા ગૂઢ સ્વભાવવાળી હોય છે. એવી તે સ્ત્રી ગુપ્ત સ્ત્રી કહેવાય છે, અને તે સ્ત્રી અનુચિત આચરણ દ્વારા નિવર્તિત ઈન્દ્રિયવાળી પણ બનેલી હોય તે તેને ગુણેન્દ્રિયા પણ કહી શકાય છે. આ ગુફા ગુપ્તરૂપ પહેલો વિકલ્પ સમજ, બાકીના જે ત્રણ ભાંગાએ છે તેમને ભાવાર્થ પણ આ પ્રથમ ભાંગાને આધારે સમજી લે. બીજો ભાગ-ગુપ્તા અગુપ્તેન્દ્રિયા, ત્રીજો ભાગો-અગતા ગુપ્તેન્દ્રિયા અને થે ભાગ–અગમ અગુપ્તેન્દ્રિયા. એ સૂ. ૩૬ છે
દાનિક સ્ત્રી સૂત્રકા નિરૂપણ
ઈન્દ્રિયે અવગાહનાવાળી હોય છે, તેથી હવે સૂત્રકાર અવગાહનાનું નિરૂપણ કરે છે. “ જa irit quar” ઈત્યાદિ–
સૂત્રાર્થ–અવગાહના ચાર પ્રકારની કહી છે– (૧) દ્રવ્યાવગાહના, (૨) ક્ષેત્રાવગાહના, (૩) કાલાવગાહના અને (૪) ભાવાવગાહના.
ટીકાર્ય–જીનું જેમાં રહેવાનું થાય છે અથવા છે જેને આશ્રય કરે છે તે અવગાહના છે. અવગાહનાને ભાવાર્થ શરીર છે. તે અવગાહનાના દ્રવ્યાવગાહના આદિ જે ચાર ભેદ કહ્યા છે તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–દ્રવ્યને આશ્રિત કરીને જે અવગાહના થાય છે તેને વ્યાવગાહના કહે છે. ક્ષેત્રની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને ક્ષેત્રાવગાહના કહે છે. કાળની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને કાલાવગાહના કહે છે. અને ભાવની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને ભાવાવગાહના કહે છે. દ્રવ્યાવગાહના અનન્ત દ્રવ્યરૂપ હોય છે, કાલાવગાહના અસંખ્યાત સમયની સ્થિતિ રૂપ હોય છે. ક્ષેત્રાવગાહના અસંખ્યાત પ્રદેશાવગાઢ રૂપ હોય છે, અને ભાવાવગાહના વર્ણાદિ અનન્ત ગુણરૂપ હોય છે. જે સૂ. ૩૭ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૩૫