________________
પ્રજ્ઞમિકા નિરૂપણ
આ અવગાહનાનું પ્રજ્ઞપ્તિમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી હવે સૂત્રકાર ચાર પ્રજ્ઞપ્તિઓનું નિરૂપણ કરે છે. “રારિ વીરો” ઈત્યાદિ–
સૂત્રાર્થ-આ ચાર પ્રજ્ઞપ્તિને અંગબાહ્ય કહી છે. જેમકે (૧) ચન્દ્ર પ્રાપ્તિ, (૨) સૂર પ્રજ્ઞપ્તિ, (૩) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અને (૪) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ.
ટીકાઈ–“અંગબાહ્ય” આ પદને ભાવાર્થ નીચે પ્રમાણે છે–આચારાંગ આદિ અગમાં જેમને સમાવેશ થતો નથી એવી પ્રજ્ઞપ્તિઓને અંગબાહા પ્રજ્ઞપ્તિએ કહી છે. ચન્દ્ર પ્રજ્ઞપ્તિ આદિ ચારને આચારાંગાદિથી પૃથક્ભૂત કહી છે. અથવા અર્થ–પદાર્થને બેધ જ્યાંથી પ્રકર્ષ રૂપે થાય છે, તેનું નામ પ્રજ્ઞપ્તિ છે. અહીં જે ચાર પ્રજ્ઞપ્તિ કહી છે તેમાંથી ચન્દ્રપ્રજ્ઞપ્તિ કાલિકકૃત રૂપ છે, તથા સૂરપ્રજ્ઞપ્તિ પ્રકીર્ણરૂપ છે. જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, એ બને પ્રજ્ઞપ્રિયે પાંચમાં અને છઠ્ઠા અંગના ઉપાંગરૂપ છે.
જે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પણ પાંચમી છે, પણ તે અંગપ્રવિષ્ટ છે, તેથી અહીં તેને ગ્રહણ કરવામાં આવી નથી. પ્રથમ પ્રજ્ઞપ્તિ અને દ્વિતીયપ્રજ્ઞપ્તિ, એ બે પ્રજ્ઞપ્તિએ પ્રકીર્ણ છે. ત્રીજી અને ચેથી પ્રજ્ઞપ્તિ પાંચમા અને છડ્રા અંગના ઉપાંગરૂપ છે. સૂ. ૩૮ છે શ્રી જૈનાચાર્ય– જૈન ધર્મ દિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિ વિરચિત સ્થાનાંગ સૂત્રની ટીકાથના ચોથા સ્થાનકને પહેલો ઉદ્દેશ સમાપ્ત છે ૪–૧ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૩૬