________________
ગધરેંદ્ર ગંધર્વરાય ગીતરતિની ચાર અગ્રમહિષીઓનાં નામ નીચે પ્રમાણે છે-(૧) સુઘોષા, (૨) વિમલા. (૩) સુસ્વરા અને (૪) સરસ્વતી, એજ પ્રમાણે ગીતશયની અગ્રમહિષીઓ વિષે પણ સમજવું.
જયેતિષેન્દ્ર જોતિષરાજ ચન્દ્રની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) ચન્દ્રપ્રભા, (૨) જ્યોત્સનાભા, (૩) અચિંમાંલી અને (૪) પ્રશંકરા.
અંગારક (મંગલ) નામના મહાગ્રહની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) વિજયા, (૨) વિજયન્તી, (૩) જયન્તી અને (૪) અપરાજિતા, એવું જ કથન ભાવકેતુ આદિ સમસ્ત મહાગ્રહની અગ્રમહિષીઓ વિષે પણ સમજવું.
દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સેમ મહારાજની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) રહિણી, (૨) મદના, (૩) ચિત્રા, અને (૪) સમા.
એ જ પ્રમાણે વૈશ્રવણું પર્યન્તના એ લોકપાલોની અગ્રમહિષીઓ વિષે પણ સમજવું. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના લોકપાલ સેમ મહારાજને ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) પૃથિવી, (૨) રાત્રી, (૩) રજની અને (૪) વિદ્યુત. તેમને વરુણ પર્યન્તના બીજા ત્રણ કપાલોની અગ્રમહિષીઓ વિષે પણ એવું જ કથન સમજવું. | સૂ. ૩૪
ઉપર્યુક્ત દેવત્વની પ્રાપ્તિ વિકૃતિના ત્યાગથી થાય છે. તેથી હવે સૂત્રકાર ત્રણ સૂત્ર દ્વારા વિકૃતિનું સ્વરૂપ પ્રકટ કરે છે.
“રારિ રવિવો Yonત્તામ” ઈત્યાદિ–
વિકૃતિકે સ્વરૂપના નિરૂપણ
ગેરસ વિકૃતિ ચાર કહી છે-દૂધ, દહીં, ઘી અને માખણ.
નેહ વિકૃતિ પણ ચાર કહી છે-તેલ, ઘી, વસા (ચબ) અને નવનીત (માખણ)
ચાર મહાવિકૃતિ કહી છે–મધ, માંસ, મદ્ય અને માખણ.
ગોસ શબ્દ રૂઢિગત રૂપે ગાય, ભેંસ આદિના દુગ્ધાદિ રસને વાચક છે. “Taraઃ” “ગાયને જે રસ તેનું નામ ગેરસ” એવી વ્યુત્પત્તિ દ્વારા પ્રાપ્ત થતે અર્થ અહીં લેવાનું નથી. ગેરસ રૂપ જે વિકૃતિ છે તેનું નામ ગોરસ વિકતિ છે. તે ગોરસ વિકૃતિ દૂધ આદિ રૂપ છે. નેહ વિકૃતિના પ્રકારમાં જ “વફા” શબ્દ પર આવ્યું છે તેને અર્થ “ચત્ન થાય છે. સૂ. ૩૫
હવે સૂત્રકાર કૂટાગારને અને કૂટાગારશાલાને દષ્ટાન્ત રૂપે અને પુરુષ તથા સ્ત્રીને દાષ્ટ્રતિક રૂપે પ્રકટ કરવાના હેતુથી ચાર સૂત્રોનું કથન કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨