________________
પાલની અમહિષીઓ વિષે પણ એ જ પ્રમાણે કથન સમજવું, અહીં પર્યન્ત” પદથી કેલિપાલ અને શંખપાલ નામના બે લોકપાલ ગ્રહણ કરવા જોઈએ,
એ જ પ્રમાણે ઘેષ પર્યન્તના સમસ્ત દક્ષિણેન્દ્રોના લેકપાલની અગ્ર મહિષીઓનું કથન અહીં કરવું જોઈએ. એ જ પ્રમાણે મહાઘોષ પર્યન્તના ઉત્તરાર્ધના ઈન્દ્રોના લેકપાલની અગ્નમહિષીઓનું કથન પણ અહીં કરવું જોઈએ.
પિશાચેન્દ્ર પિશાચરાજ કાળની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે—(૧) કમલા, (૨) કમલપ્રભા, (૩) ઉત્પલા અને (૪) સુદર્શના. એ જ પ્રમાણે મહાકાળની અગ્નમહિષીએ વિષે પણ સમજવું. ભૂતે ભૂતરાય સુરૂપની ચાર અમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) રૂપાવતી, (૨) બહુરૂપ (૩) સુરૂપ અને (૪) સુભગા. પ્રતિરૂપની અમહિષીઓ વિષે પણ એવું જ કથન સમજવું. યક્ષેન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રની ચાર અમહિષીઓનાં નામ આ પ્રમાણે છે–(૧) પુત્રા, (૨) બહુપુત્રિકા, (૩) ઉત્તમ અને (૪) તારકા એ જ પ્રકારનું કથન માણિભદ્રની અમહિષીઓ વિષે પણ સમજવું.
રાક્ષસેન્દ્ર રાક્ષસરાજ ભીમની ચાર અમહિષીઓનાં નામ આ પ્રમાણે છે--(૧) પદ્મા, (૨) વસુમતી, (૩) કનકા અને (૪) રત્નપ્રભા. મહાભીમની અગ્રમહિષીઓ વિષે પણ એવું જ કથન સમજવું.
કિનરેન્દ્ર કિન્નરરાય કિન્નરની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે (૧) અવસા, (૨) કેતુમતી, (૩) રતિસેના અને (૪) રતિભા. એવાં જ કિપુરુષની ચાર અગ્રમહિષીઓનાં નામે પણ સમજવા. | કિંજુસપેન્દ્ર ઝિંપુરુષરાય પુરુષની ચાર અગ્નમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) રહિણ, (૨) નવમિકા, (૩) હી, અને (૪) પુષ્પાવતી. મહાપુરુષની અગ્રમહિષીઓનાં પણ એ જ પ્રમાણે નામે સમજવા.
મહારગેન્દ્ર મહારગરાય અતિકાયની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે–(૧) ભુજ, (૨) ભુજગાવતી, (૩) મહાકછા, અને (૪) સ્કુટા એ જ પ્રમાણે મહાકાયની અગ્રમહિષીઓ વિષે પણ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૩ ૨