________________
કમનું વેદન કરે છે--(૧) વેદનીય, (૨) આયુષ્ક, (૩) નામ અને (૪) ગોત્ર જેનાથી જીવેને સુખદુઃખને અનુભવ થાય છે તે કમનું નામ વેદનીય કમ છે. જે કર્મને લીધે ભવધારણ કરે પડે છે તે કમને આયુષ્ક કર્મ કહે છે. અન્યને કઈ પદાર્થ સમજાવવા નિમિત્તે જે સંજ્ઞા કરાય છે તેનું નામ નામકર્મ છે. અહીં કાર્ય કારણમાં અભેદેપચારની અપેક્ષાએ નામને કર્મ કર્યું છે. એટલે કે વિશિષ્ટ ગતિ-જાતિ આદિની પ્રાપ્તિ જેના દ્વારા જીવને થાય છે, તે કર્મને નામ કર્મ કહે છે. ઈવાકુ આદિ કુળની પ્રાપ્તિ થવાના કારણભૂત જે કમ છે તેને ગેત્ર કમ કહે છે. કાર્યકારણમાં અભેદેપચારની અપેક્ષાએ અહીં તેને ગેત્રકર્મ રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
“કચરમસિદ્ધર” ઇત્યાદિ–
પ્રથમ સમય સિદ્ધના ઉપર્યુક્ત ચાર કર્માશો એક સાથે નષ્ટ થાય છે, એટલે કે જે સમયે સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે એ જ સમયે કર્મક્ષય પણ થાય છે. આ રીતે સિદ્ધત્વ અને કર્મક્ષયમાં યુગપતા (એકી ભાવ) બને એક સાથે થવાને કારણે સંભવી શકે છે. તે સૂ. ૩૦ છે
હાસ્ય, કારણકા નિરૂપણ
સિદ્ધ કરતાં વિપરીત હોય એવાં જીવને અસિદ્ધ કહે છે. અસિદ્ધ જીમાં હાસ્યાદિક વિકારોને સભાવ હોય છે. તેથી હવે સૂત્રકાર તે હાસ્યાદિક વિકારનાં કારણેનું નિરૂપણ કરવા માટે “રઢુિં ટાળે હાકુંવરી” ઈત્યાદિ સૂત્રનું કથન કરે છે–નીચેના ચાર કારણેને લીધે હાસ્યની ઉત્પત્તિ થાય છે--(૧) વિદૂષક આદિની હાસ્યજનક ચેષ્ટાઓ જેવાથી, (૨) હાસ્યજનક ભાષાને પ્રવેગ કરવાથી, (૩) અન્યના દ્વારા કથિત હાસ્યજનક વચનનું શ્રવણ કરવાથી અને (૪) વિદૂષક આદિની ચેષ્ટાઓને કે તેમનાં વાક્યોને યાદ કરવાથી આ રીતે દર્શન, ભાષણ, શ્રવણ અને સ્મરણરૂપ ચાર કારણોથી હાસ્ય ઉત્પન્ન થાય છે. એ . ૩૧ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨ ૨૭