________________
સૂવાથ–કાળ ચાર પ્રકારને કહ્યો છે, તે ચાર પ્રકારે નીચે પ્રમાણે છે – (૧) પ્રમાણુકાળ, (૨) યથાયુષ્ક નિવૃત્તિકાળ, (૩) મરણકાળ અને (૪) અદ્ધાકાળ. ટીકાથુ–કાળનું લક્ષણ “વર્તન” કહ્યું છે. કહ્યું પણ છે કે-“વાવવો” ઈત્યાદિ, વર્તના લક્ષણવાળા તે કાળના પ્રમાણુકાળ આદિ ચાર પ્રકાર કહ્યા છે. જે કાળની મદદથી વર્ષશત, પોપમ આદિ જાણી શકાય છે તે કાળનું નામ પ્રમાણુકાળ છે. તે પ્રમાણુકાળ દિવસ આદિ રૂપ હોય છે, અને મનુષ્ય ક્ષેત્રમાં જ તેનું અરિતત્વ હોય છે. કહ્યું પણ છે કે-“સુવિહો પમાળાઈત્યાદિ.
“યથાયુષ્ક નિવૃત્તિકાળ”—નારક આદિ પર્યાનું જેટલું આયુષ્ય છે, તેટલા આયુષ્યનું નામ યથાયુષ્ક છે. રૌદ્રધ્યાન આદિ દ્વારા તે આયુ બાંધવું તેનું નામ યથાયુષ્ક નિવૃત્તિ છે. આ યથાયુષ્ક અનુસાર નારકાદિ રૂપ જીની જે સ્થિતિ છે, તેને યથાયુષ્ક નિવૃત્તિકાળ કહે છે. અથવા–જે જીવે જે ગતિના જેટલા આયુને બંધ કર્યો હોય તેટલા પ્રમાણમાં તે નારકાદિ ગતિમાં જીવનું જે અવસ્થાન થાય છે તે અવસ્થાન કાળને (તે ભવસંબંધી આયુસ્થિતિને) યથાયુષ્ક નિવૃત્તિકાળ કહે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-- જીવે જે પર્યાયના જેટલા આયુને બંધ કર્યો હોય, તે પર્યાયમાં એટલા સમય સુધી જીવને જે રહેવું પડે છે, તેનું નામ જ યથાયુષ્ક નિવૃત્તિકાળ છે. કહ્યું પણ છે કે-“બrs વિશિgો” ઈત્યાદિ.
મરણકાળ” મૃત્યુને જે કાળ છે તેનું નામ મરણકાળ છે. અથવા મરણ–વિશિષ્ટ છે કાળ છે તે મરણકાળ છે. અથવા મરણરૂપ જે કાળ છે તે મરણકાળ છે. કહ્યું પણ છે કે-“ટો રિ
ઈત્યાદિ. અદ્ધાકાલ”—સમય, આવલિકા આદિ રૂપ જે કાળ છે તેનું નામ અદ્ધાકાળ છે. અહીં કાળનું વિશેષણ અદ્ધા રાખવાનું કારણ એ છે કે વર્ણ પરિણામમાં જે કાલરૂપ (કાળે) વર્ણ આવે છે, તેની વ્યાવૃત્તિ ( નિવારણ) ને નિમિત્તે આ વિશેષણ કાળ સાથે જવામાં આવ્યું છે. આ અદ્ધાકાળ સૂર્યની કિયાથી જાણી શકાય છે, અને અઢી દ્વીપમાં જ તેને સદૂભાવ હોય છે. તે દિવસ આદિ રૂપ હોય છે. કહ્યું પણ છે કે- “રવિડિયા વિસિ” ઈત્યાદિ. જેટલા કાળ છે તે અદ્ધાકાળ વિશેષરૂપ જ છે, પણ અહીં ચાર સ્થાનકને અધિકાર ચાલતું હોવાથી અથવા શિષ્યબુદ્ધિના વૈશદ્યને માટે તેને ચાર પ્રકારનો કહ્યો છે. જે સૂ. ૨૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૨ ૨