________________
સમય, આવલિકા આદિ રૂપ કાળનું જે ચક ન્યાયથી પરિભ્રમણ છે, તે કાળસંસાર છે, અથવા નરકાદિ કેમ કે જીવનું પપમ આદિ કાળવિશેષ યુકત જે પરિભ્રમણ છે, તેનું નામ કાળસંસાર છે અથવા જે પ્રહર આદિ કાળથી સંસાર-વ્યવહાર ચાલે છે, તે કાળને પણ અભેદોપચારથી કાળસંસાર કહ્યો છે. ઔદયિક આદિ ભાનું અથવા વર્ણાદિ રૂપ ગુણોનું જે પરિભ્રમણરૂપ પરિણમન છે, તે ભાવસંસાર છે. જે સૂ. ૨૩ !
પહેલાના સૂત્રમાં દ્રવ્યાદિ સંસારનું નિરૂપણ કરવામાં આવ્યું, તે સંસા રની અનેક નયે દ્વારા દષ્ટિવાદમાં વિચારણા થઈ છે, તેથી હવે સૂત્રકાર દષ્ટિવાદનું ભેદેસહિત નિરૂપણ કરે છે–“ન્વિટે દિવા પvજરે” ઈત્યાદિ–
ભેદસહિત દૃષ્ટિવાદકા નિરૂપણ
સૂત્રાર્થ–દષ્ટિવાદના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે--(૧) પરિકર્મ, (૨) સૂત્ર (૩) પૂર્વગત અને (૪) અનુગ.
ટીકાથ – નગમાદિ નાનું નામ દષ્ટિ છે. તે દષ્ટિઓનું જેમાં વર્ણન છે તે દૃષ્ટિવાદ છે અથવા “ રિટ્ટિરાઇ ” આ પદની સંસ્કૃત છાયા ‘દષ્ટિવાદ” છે. આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે દશનના સ્વરૂ. પનું જેમાં કથન થયું છે. એવું બારમું અંગ દૃષ્ટિવાદ છે. તે દષ્ટિવાદને પરિકર્મ આદિના ભેદથી જે ચાર પ્રકારને કહ્યું છે, તે પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે--જે કર્મ ગણિતાદિ કર્મની જેમ સૂત્રાદિ ગ્રહણ કરવાની
ગ્યતા પ્રાપ્ત કરાવવાને સમર્થ હોય છે, તે કર્મનું નામ પરિકમ છે. તે પરિકર્મ સિદ્ધશ્રેણિકાદિ રૂપ છે, આજુ સૂત્ર આદિ ૨૨ સૂત્ર છે. તે ૨૨ સૂત્ર સર્વદ્રવ્ય, સર્વ પર્યાય, નય આદિ રૂપ અર્થનું સૂચન કરે છે, તેથી તેમને સૂત્ર કહેવામાં આવેલ છે. “પૂર્વગત ” સર્વશ્રત કરતાં પૂર્વે (પહેલાં) કરાયેલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૧૮