________________
દિકુમારિ મહત્તરિકાના નિરૂપણ
દેવાધિકારની અપેક્ષાએ હવે સૂત્રકાર દિકકુમારી મહત્તરિકાઓનું નિરૂપણ આ ચાર સૂત્રે દ્વારા કરે છે–“રારિ વિનાગુમારી મરચાનો પuTરાગો” ઈત્યાદિ
સૂત્રાર્થ-દિકકુમારિ મહત્તરિકાએ ચાર પ્રકારની કહી છે-(૧) રૂપ, (૨) રૂપાશા (૩) સુરૂપ અને (૪) રૂપાવતી. વિઘુકુમારી મહત્તરિકાએ પણ નીચે પ્રમાણે ચાર પ્રકારની કહી છે–(૧) ચિત્રા, (૨) ચિત્રકનકા, (૩) શહેરા અને (૪) સૌત્રામણિ. દેવેન્દ્ર દેવરાજ શકની મધ્યમ પરિષદામાં દેવેની ચાર પેપમની સ્થિતિ કહી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની મધ્યમ પરિષદામાં દેવીઓની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. જે સૂ૨૧-૨૨
સંસાર ચાર પ્રકારને કહ્યો છે--(૧) દ્રવ્યસંસાર, (૨) ક્ષેત્રસંસાર (૩) કાલસંસાર અને (૪) ભાવસંસાર છે સૂ. ૨૩ |
સૂત્ર ૨૧ અને ૨૨ ને વિશેષાર્થ-દિશાકુમારીઓને દિકુમારીએ કહે છે. તેઓ પ્રધાનતમ હોવાથી તેમને મહત્તરિકાએ કહી છે. અથવા દિકકુમારીઓની જે મહત્તરિકાઓ છે તેમને દિકકુમારી મહત્તરિકાઓ કહે છે. તેમનાં નામ રૂપા, રૂપાંશા, સુરૂપ અને રૂપાવતી છે. તે ચારે ચકઠીપની મધ્યમાં રહે છે. જ્યારે અહંન્ત ઉત્પન્ન થાય છે, ત્યારે તેમની નાલ વગેરે કાપવાનું કામ તેઓ કરે છે. ચિત્રા, ચિત્રકનકા આદિના ભેદથી જે ચાર વિઘુકુમારિ કાએ કહી છે, તેઓ અચકદ્વીપની વિદિશાઓમાં રહે છે, જ્યારે અહંત પ્રભુને જન્મ થાય છે, ત્યારે આ ચારે વિઘુકુમારીએ હાથમાં દીપક લઈને ગીતે ગાતી ગાતી ભગવાનની પાસે ઊભી રહે છે. એ સૂ. ૨૧ છે
શક અને ઈશાન સંબંધી સૂત્ર સુગમ હોવાથી અહીં તેને વિશેષાર્થ આપ્યું નથી. દેવ સંસારી હોય છે, આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે આ સંસારસૂત્રનું કથન કર્યું છે. પરિભ્રમણનું નામ સંસાર છે, તેના દ્રવ્યસંસાર આદિ જે ચાર ભેદ કહ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
જીવ અને પુત્રોના પારસ્પરિક સંબંધનું નામ સંસાર છે. જીવ જ્યારે પુદ્ગલેના સંબંધ રૂપ બન્ધનમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તેને મુક્ત જીવ કહેવાય છે. અથવા પુદ્ગલરૂપ કર્મના સંબંધથી જીવને ચાર ગતિઓમાં જે ભ્રમણ કરવું પડે છે તેનું નામ સંસાર છે. ૧૪ રાજૂ પ્રમાણ જે ક્ષેત્ર છે તેને
ત્રસંસાર કહે છે. અથવા જે ક્ષેત્રમાં સંસાર પરિભ્રમણ વ્યાખ્યાત થાય છે તે ક્ષેત્રનું નામ ક્ષેત્રસંસાર છે. અહીં ક્ષેત્રરૂપ અધિકરણ અને સંસારરૂપ આધેચમાં અપચારની અપેક્ષાએ ક્ષેત્રને સંસાર શબ્દથી વ્યવહુત કરવામાં આવેલ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૧૭